નવી દિલ્હીઃ આજના જમાનામાં લોકોમાં સ્પૉર્ટ્સ બાઇકની લોકપ્રિયતા ખુબ ઝડપથી વધી રહી છે. સ્પૉર્ટ્સ બાઇક કેટલીક રીતે સામાન્ય બાઇકથી ખાસ હોય છે. પહેલુ તો આનુ જબરદસ્ત લૂક, અને બીજી જબરદસ્ત સ્પીડ. બાઇક નિર્માતા કંપનીઓ સતત માર્કેટમાં સ્પૉર્ટ્સ બાઇક લૉન્ચ કરી રહ્યાં છે. આજે અમને એવી સ્પૉર્ટ્સ બાઇક વિશે બતાવી રહ્યાં છીએ જે સારા ફિચર્સની સાથે આવે છે, અને કિંમતમાં પણ સસ્તી છે.
TVS Apache RTR 200 4V-
ટીવીએસની આ બાઇક દેશમાં ખુબ પૉપ્યૂલર છે. આ કેટલાક એડવાન્સ ફિચર્સ વાળી છે. એન્જિનની વાત કરીએ તો આમાં 197.75 CCનુ સિંગલ સિલિન્ડર એન્જિન છે. કંપનીનો દાવો છે કે આ બાઇક 3.9 સેકન્ડમાં 0 થી 60 km/hની સ્પીડ પકડી શકે છે. આની ડિઝાઇન ખુબ આકર્ષક છે, અને આની સફર ખુબ કમ્ફૉર્ટેબલ હોય છે. આ બાઇકની એક્સ-શૉરૂમની કિંમત લગભગ 1 લાખ રૂપિયા છે.
Bajaj Pulsar 220F-
બજાજ પલ્સર બાઇક માર્કેટમાં સૌથી વધુ પસંદ કરવામાં આવનારી સ્પૉર્ટ્સ બાઇક છે. આને બેસ્ટ ડિઝાઇન ઉપરાંત દમદાર એન્જિનની સાથે માર્કેટમાં ઉતારવામાં આવી છે. પલ્સર 220F ની ડિઝાઇન એટ્રેક્ટિવ છે. આમાં 220 CCનુ એન્જિન ચે. આની બીજુ મૉડલ NS 200નો એન્જિન પહેલાની અપેક્ષાથી નાનુ છે. પરંતુ ખુબ મજબૂત છે. આની એક્સ શૉ-રૂમ કિંમત 1 લાખ રૂપિયા છે.
Yamaha FZS V3 ABS-
યામાહાએ આ સ્પૉર્ટ્સ બાઇકને ગયા વર્ષે લૉન્ચ કરી હતી. યામાહા એફઝેડ વી3 એબીએસ બાઇક હલ્કી અને બેસ્ટ ડિઝાઇનની સાથે આવે છે. આમાં 149 CC સિંગલ સિલિન્ડર એન્જિન છે, જે આને એક બેસ્ટ સ્પૉર્ટ્સ બાઇક બનાવે છે. આનુ એન્જિન ફાઇવ સ્પીડ ટ્રાન્સમિશનમાં પણ સક્ષમ છે. આની એક્સ-શૉરૂમ પ્રાઇસ 1 લાખ રૂપિયા છે. યામાહાની આ બાઇક દેશની સૌથી વધુ પસંદ કરવામાં આવનારી બાઇક્સમાં સામેલ છે.
Suzuki Gixxer-
સ્પૉર્ટ્સ બાઇકના મામલે સુઝુકી કંપની પણ જબરદસ્ત છે. આ લાઇટવેટ સ્પૉર્ટ્સ બાઇક Gixxerનુ નામ GSX સીરીઝમાં લેવામાં આવ્યુ છે. આ બાઇકમાં 155 CCનુ સિંગલ સિલિન્ડર એન્જિન છે. આમાં ફાઇવ સ્પીડ ગિયરબૉક્સ છે. આની એક્સ-શૉરૂમ કિંમત 95000 રૂપિયા છે. આ બાઇકની ડિઝાઇન અને સ્પીડ ખુબ સારી છે. આ બાઇક કેટલાય કલર વેરિએન્ટમાં અવેલેબલ છે.
Car loan Information:
Calculate Car Loan EMI