નવી દિલ્હીઃ ભારતમાં કિઆની કિઆ કૈરેન્સ કારે ધમાલ મચાવી દીધી છે. આ ગાડીને લઇને નવુ અપડેટ સામે આવ્યુ છે. કિઆ કૈરેન્સ કાર ભારતમાં લૉન્ચ થવા માટે પુરેપુરી રીતે તૈયાર થઇ ગઇ છે, પરંતુ આ પહેલા કંપની માટે સ્પેશ્યલ સમાચાર સામે આવ્યા છે, તે છે કિઆ કૈરેન્સ કારને પહેલા જ દિવસે જબરદસ્ત બુકિંગ મળ્યુ છે. કિઆ કૈરેન્સ માટેનુ બુકિંગ એક દિવસ પહેલા જ શરૂ થયુ છે, અને બુકિંગની રકમ માત્ર 25000 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. પરંતુ ભારતીયોમાં કિઆ કૈરેન્સનો મોટો ક્રેઝ જોવા મળ્યો છે, પહેલા દિવસે 7738 બુકિંગ નોંધાઇ છે.
આને કિઆ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ અને કિઆ ઇન્ડિયાના કોઇપણ ડીલરશીપ પાસેથી 25,000 રૂપિયાની રકમથી બુકિંગ કરી શકાય છે. કિઆએ ગયા વર્ષે ડિસેમ્બરમાં કિઆ કૈરેન્સ ભારતમાં અને ગ્લૉબલી રજૂ કરી હતી, કૈરેન્સ ભારતમાં ચોથી કાર છે.
કિઆ કૈરેન્સના ફિચર્સ અને ડિઝાઇન-
કિઆ કૈરેન્સમાં HVAC કન્ટ્રૉલ માટે ટૉગલ સ્વિચની સાતે એક નવી ટચ આધારિત પેનલ અને એબિયન્ટ લાઇટ અંડરલાઇટનિંગ પણ મળે છે. સેન્ટર કન્સૉલ નાનુ છે અને આમાં સીટ વેન્ટિલેશન, ડ્રાઇવ મૉડ વગેરે માટે એડિશનલ કન્ટ્રૉલ છે. Carens 6- અને 7- સીટ કૉન્ફિગરેશન બન્નેમાં ઉપલબ્ધ હશે.
ફિચર્સની વાત કરીએ તો-- કિઆ કૈરેન્સ Apple CarPlay, Android Auto અને Kia ના UVO કનેક્ટની સાથે 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એક જ જેવુ ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ, એક આઠ સ્પીકર બૉસ સાઉન્ડ સિસ્ટમ, 64-કલર એબિયન્ટ લાઇટ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, કપ હૉલ્ડર્સની સાથે સીટ બેક ટેબલ, બીજી રૉ માટે ઇલેક્ટ્રિકલી પાવર્ડ વન ટચ ટમ્બલ ડાઉન ફિચર, સિંગલ પેન સનરૂફવાળુ છે. સેફ્ટી ઓન બોર્ડમાં સ્ટાન્ડર્ડ છ એરબેગ અને ABS અને ESC, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, તમામ ચાર પૈડા પર ડિસ્ક બ્રેક, TPMS અને રિયર પાર્કિંગ સેન્સર જેવા બીજા કેટલાક ફિચર્સ સામેલ છે.
Kia Carens MPV કુલ 8 કલર ઓપ્શનમાં આવશે, જેમા ઇમ્પીરિયલ બ્લૂ, મૉસ બ્રાઉન, સ્પાર્કલિંગ સિલ્વર, ઇન્ટેન્સ રેડ, ઓરોરા બ્લેક પર્લ, ગ્રેવિટી ગ્રે, ગ્લેશિયર વ્હાઇટ પર્લ અને ક્લિયર વ્હાઇટ સામેલ છે.
Car loan Information:
Calculate Car Loan EMI