7 Seater SUV Under 10 lakhs: જો તમે મિડ-સાઇઝ એસયુવી સેગમેન્ટના શોખીન છો તો તમને હ્યુન્ડાઈ ક્રેટા (Hyundai Creta) તો જરૂર પસંદ હશે. ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ક્રેટાનો દબદબો શરૂઆતથી જ રહ્યો છે. પરંતુ હવે આ શાનદાર SUV ને ટક્કર આપવા માટે ફ્રાન્સની પ્રખ્યાત કાર કંપની સિસ્ટ્રોન (Citroen) એ પોતાનો એક નવો અને અત્યંત કિફાયતી દાવ રમી દીધો છે. કંપનીએ પોતાની પોપ્યુલર એસયુવી એરક્રોસનું એક નવું લિમિટેડ મોડલ 'સિસ્ટ્રોન એરક્રોસ કમ્ફર્ટ એડિશન' (Citroen Aircross Comfort Edition) લોન્ચ કર્યું છે.

Continues below advertisement

આની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત માત્ર 9.09 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આટલી ઓછી કિંમતમાં મોટી એસયુવીનો ફીલ, આલીશાન કેબિન અને કમાલના ફીચર્સ આપીને સિસ્ટ્રોને સીધા જ ક્રેટા અને સેલ્ટોસ જેવા મોટા દિગ્ગજો માટે એક મોટો પડકાર ઉભો કરી દીધો છે. તો ચાલો આ ગાડી વિશે પૂરી વિગતમાં જાણીએ.

Continues below advertisement

આ પણ વાંચો...ટ્રાફિક સિગ્નલ પર વારંવાર કારને ન્યુટ્રલમાં મૂકવી પડી શકે છે ભારે, જાણો શું કહે છે એક્સ્પર્ટ

લક્ઝરી અને પ્રીમિયમ ફીલ આપશે કાર

તમને જણાવી દઈએ કે, સિસ્ટ્રોન એરક્રોસ કમ્ફર્ટ એડિશનની સૌથી મોટી ખાસિયત તેનું શાનદાર ઇન્ટિરિયર છે. સિસ્ટ્રોને ગ્રાહકોની ડિમાન્ડને સમજતા તેના તમામ વેરિઅન્ટ્સમાં મેટ્રોપોલિટન બેજ લેધરેટ અપોહલ્સ્ટ્રીને સ્ટાન્ડર્ડ એટલે કે જરૂરી ભાગ બનાવી દીધો છે. એનો મતલબ એ છે કે હવે તમને બેઝ મોડલમાં પણ કાપડની સીટના બદલે મોંઘી કારો જેવી લેધર ફિનિશ વાળી સીટો મળશે.

આની સાથે જ કેબિનમાં બ્લેક ગ્રેન્ડ અને સોફ્ટ-ટચ મટિરિયલ્સની સાથે સિલ્વર એક્સેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લાંબી મુસાફરી દરમિયાન થાક ન લાગે તે માટે આગળ અને પાછળ બંને રો (લાઇન) માં એડજસ્ટેબલ હેડરેસ્ટ આપવામાં આવ્યા છે, જેનાથી તમારી સફર આરામદાયક બની શકે છે.

ત્રણ ખાસ એક્સેસરી પેકેજીસમાં લોન્ચ થઈ કાર

સિસ્ટ્રોને પોતાની આ ગાડીને ત્રણ પેકેજમાં લોન્ચ કરી છે, જેમાં યુ (You), પ્લસ (Plus) અને મેક્સ (Max) રજૂ કર્યા છે. જો તમે 'યુ' પેક પસંદ કરો છો તો તમને 10-ઇંચનું મોટું ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો, ફોગ લેમ્પ્સ અને ગાઇડલાઇન્સ વાળો રિવર્સ પાર્કિંગ કેમેરો મળી જાય છે.

જ્યારે 'પ્લસ' પેકમાં વાયરલેસ ચાર્જર જેવી સુવિધાઓ ઉમેરાય છે. પરંતુ સૌથી મજેદાર આનું 'મેક્સ' પેક છે, જેમાં એમ્પ્લીફાયર સાથે પ્રીમિયમ JBL સ્પીકર્સ અને સૌથી જરૂરી ફીચર ફ્રન્ટ, કેબિન અને રિયરને કવર કરતો 3-ચેનલ ડેશકેમ મળે છે. આ ડેશકેમ લેન બદલવા અને ટક્કરની ચેતવણી જેવા એડવાન્સ ઓડિયો એલર્ટ પણ આપે છે.

5 Seater ની સાથે 7 Seater નો છે વિકલ્પ

પરફોર્મન્સની વાત કરીએ તો આ એસયુવીમાં તમને મિકેનિકલ રીતે બે શ્રેષ્ઠ એન્જિન ઓપ્શન્સ મળે છે. પહેલું છે 1.2-લીટરનું નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન જે 82hp નો પાવર આપે છે અને બીજું છે વધુ પાવર ઈચ્છતા લોકો માટે 1.2-લીટરનું ટર્બો-પેટ્રોલ એન્જિન જે 110hp નો દમદાર પાવર જનરેટ કરે છે.

આ કાર પોતાના સેગમેન્ટની એકમાત્ર એવી ગાડી છે જે 5 સીટરની સાથે સાથે 7 સીટરના વિકલ્પમાં પણ આવે છે. 9.09 લાખ રૂપિયાથી લઈને 11.99 લાખ રૂપિયા સુધી જતી આ રેન્જમાં ક્રેટાના બેઝ મોડલની કિંમતમાં તમને એરક્રોસનું એક આલીશાન અને સંપૂર્ણ રીતે લોડેડ વેરિઅન્ટ મળી જાય છે.


Car loan Information:

Calculate Car Loan EMI