itroen eC3X: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને ઓછી રનિંગ કોસ્ટના કારણે લોકો હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ ઝડપથી સ્વિચ કરી રહ્યા છે. આ જ કડીમાં કાર કંપની Citroen દ્વારા પોતાની નવી એન્ટ્રી-લેવલ ઇલેક્ટ્રિક કાર eC3X ને ભારતીય બજારમાં લોન્ચ કરી દેવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ કાર એકવાર ફુલ ચાર્જ થવા પર 320 કિલોમીટર સુધીની રેન્જ આપી શકે છે. આનાથી તે ડેઇલી યુઝ માટે એક કિફાયતી અને ઉપયોગી ઓપ્શન બની શકે છે.

Continues below advertisement

 

ગાડીની કિંમતની વાત કરીએ તો, Citroen eC3X ને 6.89 લાખ રૂપિયાની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરવામાં આવી છે. આમાં કંપની તરફથી Battery-as-a-Service (BaaS) નો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. આ અંતર્ગત ગ્રાહકો ઓછી શરૂઆતની કિંમતે કાર ખરીદી શકે છે અને બેટરી માટે તેના વપરાશ મુજબ અલગથી ચૂકવણી કરી શકે છે. આનાથી ઇલેક્ટ્રિક કાર ખરીદવાનો શરૂઆતનો ખર્ચ ઘણો ઓછો થઈ જાય છે.

Continues below advertisement

આ પણ વાંચો...Tata Punchને ટક્કર આપતી SUVની મોટું ઓફર, 43,000 રૂપિયા સુધીની બચતનો અવસર

આ ગાડીની ડિઝાઇન અને સ્પીડ

Citroen eC3X નો લુક મોર્ડન અને આકર્ષક છે. ગાડીમાં નવું ફ્રન્ટ ડિઝાઇન, LED ડે-ટાઇમ રનિંગ લાઇટ્સ (DRL) અને સ્ટાઇલિશ એક્સટીરિયર એલિમેન્ટ્સ આપવામાં આવ્યા છે. આની ડિઝાઇન શહેરમાં ડ્રાઇવ કરતા ગ્રાહકોની સાથે-સાથે યુવા ખરીદદારોને પણ પસંદ આવી શકે છે.

પરફોર્મન્સ માટે આ ઇલેક્ટ્રિક કારમાં 29.2 kWh નું બેટરી પેક આપવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ કાર એકવાર ચાર્જ કરવા પર 320 કિલોમીટર સુધીની રેન્જ આપી શકે છે. તેમાં લાગેલી ઇલેક્ટ્રિક મોટર 57 PS નો પાવર અને 143 Nm નો ટોર્ક જનરેટ કરે છે.

Citroen eC3X ની ટોપ સ્પીડ લગભગ 107 કિલોમીટર પ્રતિ કલાક છે, જે સિટી અને હાઇવે બંને પ્રકારની ડ્રાઇવિંગ માટે પૂરતી માનવામાં આવે છે. ચાર્જિંગની બાબતમાં પણ આ કાર ગ્રાહકોને સારી સુવિધા આપે છે. તે DC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, જેની મદદથી બેટરીને લગભગ 57 મિનિટમાં 10 ટકાથી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. જ્યારે સામાન્ય ઘરેલું ચાર્જરથી તેને પૂરેપૂરી ચાર્જ થવામાં આશરે 10 કલાક 30 મિનિટનો સમય લાગી શકે છે.

કારના ફીચર્સ કેવા છે?

ફીચર્સની વાત કરીએ તો, આ Citroen કારમાં 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે, વાયરલેસ Apple CarPlay અને Android Auto સપોર્ટ, કનેક્ટેડ કાર ટેકનોલોજી અને ઘણી મોર્ડન સુવિધાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત સેફ્ટી  માટે એરબેગ્સ, ABS અને અન્ય જરૂરી ફીચર્સ પણ ઉપલબ્ધ છે.

કંપનીનું માનવું છે કે આ કાર પહેલીવાર ઇલેક્ટ્રિક કાર ખરીદનારા ગ્રાહકો માટે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. ઓછી કિંમત, સારી રેન્જ અને મોર્ડન ફીચર્સના કારણે તે ભારતીય બજારમાં અન્ય કિફાયતી ઇલેક્ટ્રિક કારોને કડી ટક્કર આપી શકે છે.


Car loan Information:

Calculate Car Loan EMI