Citroen Basalt SUV Coupe Price: ભારતીય માર્કેટમાં સીટ્રૉન બેસાલ્ટ એસયૂવી કૂપને લૉન્ચ કરી દેવામાં આવી છે. સીટ્રૉને આ નવી SUVને 7.99 લાખ રૂપિયાની શરૂઆતની કિંમત સાથે માર્કેટમાં લૉન્ચ કરી છે. Citroen Basalt ની આ કાર આ કિંમતે ફક્ત તે જ લોકો માટે ઉપલબ્ધ થશે જેઓ 31 ઓક્ટોબર 2024 સુધી આ કાર બૂક કરાવશે. આ તારીખ પછી આ કારની કિંમતમાં ફેરફાર થઈ શકે છે.


સીટ્રૉન બેસાલ્ટની પાવર રેન્જ 
Citroen Basalt 1.2-liter નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિનથી સજ્જ હશે. આ એન્જિન 82 bhpનો પાવર આપશે. આ એન્જિન સાથે 5-સ્પીડ ગિયર બૉક્સ ફીટ કરવામાં આવ્યું છે. તેનું ટૉપ-એન્ડ મૉડલ 1.2-લિટર ટર્બો યૂનિટ એન્જિનથી સજ્જ હશે, જે 110 bhpનો પાવર જનરેટ કરશે. આ એન્જિન સાથે 6-સ્પીડ ઓટોમેટિક ટોર્ક કન્વર્ટર જોડવામાં આવ્યું છે.


C3 Aircross પર બેઝ્ડ છે નવી એસયૂવી 
સીટ્રૉન બેસાલ્ટ એ C3 એરક્રૉસ પર આધારિત કાર છે. આ કારની ડિઝાઇન અને લૂક તેની ઓળખ છે. આ વાહનમાં લગાવવામાં આવેલી 2-પાર્ટ ગ્રીલ તેની ડિઝાઇનને આકર્ષક દેખાવ આપી રહી છે. આ કારમાં નવા LED પ્રૉજેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ નવી SUVમાં 16 ઈંચના એલૉય વ્હીલ્સ પણ છે.


બેસાલ્ટ એસયૂવી કૂપનું ઇન્ટીરિયર 
નવી SUVનું ઈન્ટીરિયર પણ C3 એરક્રોસ જેવું રાખવામાં આવ્યું છે, જે Citroënની સમગ્ર રેન્જમાં જોવા મળે છે. આ કારમાં ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ સાથે પ્રીમિયમ સેન્ટર કૉન્સૉલ છે. આ કારમાં ફ્રન્ટ આર્મરેસ્ટ અને મોટી ટચસ્ક્રીન પણ આપવામાં આવી છે. આ સાથે કારમાં નવા રિયર હેડરેસ્ટ પણ આપવામાં આવી રહ્યા છે.


નવી એસયૂવીના ફિચર્સ 
સીટ્રૉનની આ નવી SUVમાં 10.25-ઇંચની ટચસ્ક્રીન અને 7-ઇંચની ડિજિટલ ડિસ્પ્લે હશે. આ સાથે વાયરલેસ ચાર્જિંગ, રિયર કેમેરા અને 6 એરબેગ્સનું ફિચર પણ આ નવી SUVમાં સામેલ છે. આ કારમાં 470 લિટરની બૂટ સ્પેસ છે. આ સિટ્રોન વાહનમાં કૂલ્ડ સીટ, પેનૉરેમિક સનરૂફ અને ADAS જેવી સુવિધાઓ સામેલ કરવામાં આવી નથી.


સીટ્રૉન બેસાલ્ટ એસયૂવી કૂપની એફિશિયન્સી 
Citroen Basalt SUV Coupe ઓટોમેટિક ગીયર બૉક્સ સાથે 18 kmplની માઈલેજ આપવાનો દાવો કરે છે, પરંતુ વાસ્તવમાં આ કારને 12 kmplની માઈલેજ મળવાની આશા છે. તેને ઓછી કિંમત-રેન્જમાં લાવવાને કારણે આ કારથી ઘણી સુવિધાઓ દૂર રાખવામાં આવી છે, પરંતુ આ કારનો દેખાવ અને જગ્યા આ કિંમતની કેટેગરીમાં કારને વધુ સારી બનાવી રહી છે.


 


Car loan Information:

Calculate Car Loan EMI