Maruti Suzuki cars:  દેશની સૌથી દિગ્ગજ ઓટો કંપની મારુતિ સુઝુકીએ ફેબ્રુઆરી 2024 માટે તેના ઘણા મોડલ પર ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. કંપની એરેના શોરૂમ હેઠળ વેચાતા Alto K10, S-Presso, Celerio સહિત ઘણા વાહનો પર શાનદાર ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે. તેમાં રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઑફર્સ અને વિશેષ કોર્પોરેટ બોનસનો સમાવેશ થાય છે. ચાલો આજે અમે તમને આ શાનદાર ડિસ્કાઉન્ટ વિશે જાણીએ......


Alto K10 પેટ્રોલ મોડલ પર 62,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ


Alto K10 પેટ્રોલ મોડલ પર 62,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આમાં રૂ. 40,000નો રોકડ લાભ, રૂ. 15,000ની એક્સચેન્જ ઓફર અને રૂ. 7,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે. CNG વર્ઝન પર 40,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આમાં 18,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ, 15,000 રૂપિયાની એક્સચેન્જ ઑફર અને 7,000 રૂપિયાનું કૉર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.



મારુતિ S-Presso પર મળી રહ્યું છે શાનદાર ડિસ્કાઉન્ટ


મારુતિ S-Presso પર તેના પેટ્રોલ અને CNG વેરિઅન્ટ્સ પર અનુક્રમે રૂ. 61,000 અને રૂ. 39,000નું ડિસ્કાઉન્ટ છે. પેટ્રોલ ટ્રીમ પર રૂ. 40,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 15,000ની એક્સચેન્જ ઓફર અને રૂ. 6,000નો કોર્પોરેટ લાભ મળી રહ્યો છે. CNG વેરિઅન્ટ્સ રૂ. 18,000ના રોકડ ડિસ્કાઉન્ટ સાથે આવે છે જ્યારે એક્સચેન્જ ઓફર અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અનુક્રમે રૂ. 15,000 અને રૂ. 6,000 પર સમાન રહે છે.


વેગનઆર


મારુતિ વેગનઆર પર 61,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. વેગનઆરના પેટ્રોલ AMT વેરિઅન્ટ પર રૂ. 40,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 15,000ની એક્સચેન્જ ઓફર અને રૂ. 6,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે.


મેન્યુઅલ વેરિઅન્ટ પર કુલ ડિસ્કાઉન્ટ રૂ. 56,000 છે, જેમાં રૂ. 30,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 20,000ની એક્સચેન્જ ઓફર અને રૂ. 6,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે. WagonR CNG ટ્રીમ પર કુલ લાભ રૂ. 36,000 સુધી છે. આ રીતે મારુતિ તેના અલગ-અલગ મોડલ પર ખૂબ જ શાનદાર ડિસ્કાઉન્ટ ઓફર્સ આપી રહી છે.  


આ સિવાય Celerio, Swift અને Dzire પર પણ ઑફર્સ આપવામાં આવી રહી છે.  કંપની એરેના શોરૂમ હેઠળ વેચાતા Alto K10, S-Presso, Celerio સહિત ઘણા વાહનો પર શાનદાર ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે.            


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial


 


Car loan Information:

Calculate Car Loan EMI