આણંદ :  આણંદમાં નશાની હાલતમાં ST બસના ડ્રાઈવરે અકસ્માત સર્જયો હતો.  આણંદ શહેરની સામરખા ચોકડી નજીક  ST બસે મોપેડ ચાલકને અડફેટે લીધો હતો.  ગઈકાલે બનાસકાંઠાના ડીસા ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં આણંદ ડેપોની 22 બસો મોકલાઈ હતી.  કાર્યક્રમમાંથી પરત ફરતી ST બસનો આણંદ નજીક અકસ્માત થયો હતો.  ST બસના ડ્રાઇવર નશાની હાલતમા બસ હંકારી લાવ્યો હતો.  મોપેડ પર સવારને માથાના ભાગે ઇજા પહોંચી હતી.

  


આણંદમાં દારુના નશામાં નબીરાએ અકસ્માત કરી 8 નિર્દોષ લોકોને કચડી નાખ્યા,   4ના મોત


આણંદના નાવલી ગામ નજીક થોડા દિવસો પહેલા રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં પૂરપાટ ઝડપે આવેલી કારે અનેક લોકોને અ઼ડફેટે લીધા હતી. કાર ચલાવનારા નબીરાએ દારુના નશામાં અંદાજે આઠ લોકોને કચડી નાખ્યા હતા. દારૂ પીને પૂરપાટ ઝડપે કાર ચલાવનાર જેનિસ પટેલે  બે બાઇક અને સામેથી આવતી બે બાઈકને અડફેટે લઈ આઠ વ્યક્તિને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.   


આણંદ જિલ્લાના નાવલી-નાપાડ રોડ ઉપર નશાની હાલતમાં બેફામ કાર હંકારી નાપાડના યુવકે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો.  ચાર વ્યક્તિઓના મોત થયા હતા. આ બનાવમાં આણંદ ગ્રામ્ય પોલીસે કારચાલકની ધરપકડ કરી હત્યાની કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


નાવલી-નાપાડ રોડ ઉપર ગત ગુરુવાર મોડી રાત્રે પુરપાટ ઝડપે પસાર થઈ રહેલી એક અર્ટીગા કારના ચાલકે આગળ જઈ રહેલા બાઈક તથા સામેથી આવી રહેલા બે બાઈકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો અને આ અકસ્માતમાં ચાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા. 


ઈજાગ્રસ્ત જેનીશનો આણંદની જનરલ હોસ્પિટલ ખાતે બ્લડ ટેસ્ટ કરાવતા નશો કર્યો હોવાનું ખુલવા પામ્યું હતું. નશાની હાલતમાં બેફામ રીતે કાર હંકારી ચાર વ્યક્તિઓના મૃત્યુ નીપજાવનાર જેનીશ પટેલ વિરૂધ્ધ આણંદ ગ્રામ્ય પોલીસે માનવ વધની કલમનો ઉમેરો કરી બે દિવસના રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.


ઘટનાને પગલે પોલીસ દ્વારા સહકારી આગેવાનના પુત્ર જેનીશ પટેલની સામે IPC કલમ 304 (સાપરાધ માનવ વધ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. નાપાડ ગામના સહકારી આગેવાના પુત્ર જેનીસ પટેલ આગામી દિવસોમાં લંડન અભ્યાસ અર્થે જવાનો હતો. જેથી શુક્રવાર રાત્રે તેના મિત્રો સાથે પાર્ટી કરવા માટે આણંદ (ANAND) તરફ ગયો હતો. ત્યારે પાર્ટી કર્યા પછી પરત ફરતી વખતે નાપાડ – નાવલી રોડ દહેમી પાસે 3 બાઈકો જતાં હોવા છતાં અર્ટિગા ગાડીને બ્રેક મારીને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. આ નબીરાએ એક પછી એક 3 બાઇકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં 4 વ્યક્તિના મોત થયા છે.