Discounts on Cars: આ મહિને ટાટા તેના વાહનો પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે, જેમાં પસંદગીના મોડલ પર રૂ. 50,000 સુધીની ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લઈ શકાય છે. કંપની દ્વારા કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે તેની માહિતી અમે આપવા જઈ રહ્યા છીએ.ટાટા તેની ટોચની એન્ટ્રી-લેવલ કાર Tiago પર કુલ રૂ. 35,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે, જેમાં રૂ. 20,000 સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 10,000 સુધીનું એક્સચેન્જ બોનસ અને રૂ. 5,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.


બીજી તરફ, જો તમે આ કારના CNG વેરિઅન્ટને ખરીદવા માંગો છો તો કંપની તેના પર 45,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જેમાં રૂ. 30,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 10,000 સુધીનું એક્સચેન્જ બોનસ અને રૂ. 5,000 સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.ટાટા તેના અલ્ટ્રોઝના પેટ્રોલ વેરિઅન્ટ પર રૂ. 23,000 સુધીનું ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહી છે, જેમાં રૂ. 10,000 રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 10,000 એક્સચેન્જ બોનસ અને રૂ. 3,000 કોર્પોરેટ ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે.


કંપની તેના ડીઝલ વેરિઅન્ટ્સ પર રૂ. 28,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે, જેમાં રૂ. 20,000 સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 10,000 સુધીનું એક્સચેન્જ બોનસ અને રૂ. 5,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.કંપની તેની સેડાન ટિગોરના પેટ્રોલ વેરિઅન્ટ પર 35,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. જેમાં 20,000 રૂપિયા સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ, 10,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ અને 5,000 રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે. તેના CNG વેરિઅન્ટ પર કંપની આ મહિને રૂ. 50,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે, જેમાં રૂ. 35,000 સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 10,000 સુધીનું એક્સચેન્જ બોનસ અને 5000 રૂપિયા કોર્પોરેટ ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે.


કંપની તેની લોકપ્રિય SUV Nexon પર 3,000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ સિવાય કંપની દ્વારા Tata Harrier અને Safari પર 25,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 10,000 રૂપિયાનું કૉર્પોરેટ ડિસ્કાઉન્ટ ઑફર કરવામાં આવી રહ્યું છે. જ્યારે કંપની આ મહિને ટાટા પંચ, ટિયાગો ઇલેક્ટ્રિક કાર અને નેક્સોન ઇલેક્ટ્રિક કાર પર કોઈ ડિસ્કાઉન્ટ ઓફર નથી.


પૂરમાં વહી જાય કે આગ લાગે પણ તમારી કારના મળશે પુરા પૈસા


અત્યારે ચોમાસાએ સમગ્ર દેશને આવરી લીધો છે. દેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દિલ્હી-ગુરુગ્રામ જેવા શહેરોમાં રસ્તાઓ તળાવ બની ગયા છે, જ્યારે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પર્વતીય રાજ્યોમાં આ વરસાદે ભારે તબાહી મચાવી છે. ઘણી જગ્યાએથી આવી તસવીરો અને વીડિયો મળી રહ્યા છે, જેમાં મોટી કાર કાગળના રમકડાંની જેમ પાણીમાં તરતી જોવા મળી રહી છે. આવી ઘટનાઓમાં કોઈક રીતે લોકોનો જીવ બચી જાય છે, પરંતુ મોટું આર્થિક નુકસાન થાય છે. આ અણધાર્યા નુકસાનથી રક્ષણ શક્ય છે, બસ થોડી જાગૃતિ અને માહિતીની જરૂર છે


Car loan Information:

Calculate Car Loan EMI