Car Tips for Foggy Weather: શિયાળામાં રોજબરોજના કામમાં અનેક પડકારો સામે આવતા રહે છે, જેમાંથી ધુમ્મસ પણ મોટી સમસ્યા છે. આ સમસ્યા ખાસ કરીને બાઇક અથવા કાર ચલાવતા લોકોને હેરાન કરે છે. કારણ કે હાલ ધુમ્મસને કારણે સામેથી થોડુ દુર જોવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે અને આ સ્થિતિમાં વાહન ચલાવતી વખતે ખૂબ કાળજી રાખવી જરૂરી છે, કારણ કે ગાઢ ધુમ્મસના કારણે નાની અમથી ભૂલ પણ અકસ્માતનું કારણ બની શકે છે. તો આજે અમે તમને આવી જ કેટલીક ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો ઉપયોગ તમે આવા હવામાનમાં ડ્રાઇવિંગ કરતી વખતે કરી શકો છો અને સુરક્ષિત રીતે મુસાફરી કરી શકો છો.
હેડલાઇટ હંમેશા ચાલુ રાખો
ધુમ્મસમાં ડ્રાઇવિંગ કરતી વખતે સામે મહત્તમ દૃશ્યતા હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલા માટે તમારા વાહનની હેડલાઇટ હંમેશા ચાલુ રાખો, જેથી તમે અને તમારી સામેનું વાહન બંને એકબીજાને યોગ્ય રીતે જોઈ શકશો.
ડેમિસ્ટરનો ઉપયોગ કરો
ધુમ્મસમાં ડ્રાઇવિંગ કરતી વખતે તમારા વિન્ડશિલ્ડની અંદર અને બહારના તાપમાનમાં તફાવતને કારણે ભેજ એકત્ર થાય છે. આ ભેજને સાફ કરવા અને લાંબા અંતર સુધી જોવા માટે ડેમિસ્ટર અને વાઇપરનો ઉપયોગ કરવો જોઈએ.
ઝડપ ઓછી રાખો
ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘણી ઓછી થઈ જાય છે, જેના કારણે ખૂબ ઓછા અંતરની વસ્તુઓ પણ જોવામાં મુશ્કેલી પડે છે. આ સ્થિતિમાં અકસ્માતની શક્યતાઓ ઘણી વધી જાય છે. એટલા માટે તમારે તમારા વાહનની સ્પીડ ઓછી રાખવી જોઈએ અને સ્પીડોમીટર પર સતત નજર રાખવી જોઈએ. કારણ કે ધુમ્મસ ક્યારેક ઓપ્ટિકલ ભ્રમ પેદા કરી શકે છે.
તમારા મનને શાંત રાખો
ધુમ્મસમાં વાહન ચલાવવામાં સામાન્ય કરતાં વધુ સતર્કતાની જરૂર પડે છે. તેથી ડ્રાઇવરની સાથે વાહનમાં બેઠેલા અન્ય લોકોએ પણ શાંત રહેવું જોઈએ અને આસપાસના વાતાવરણનું ધ્યાન રાખવું જોઈએ.
રોડ વચ્ચે ક્યાંય ના રોકાવ
જો તમારે ગાઢ ધુમ્મસને કારણે રોકવું હોય તો રસ્તા પર વાહનને ક્યારેય રોકશો નહીં. જેના કારણે તમારી પાછળ દોડતા વાહનો તમને ટક્કર મારી શકે છે. જો રોકવું જરૂરી હોય તો વાહનને રસ્તાથી દૂર સલામત સ્થળે રોકો.
Car loan Information:
Calculate Car Loan EMI