Ducati Hypermotard: Ducati Hypermotard 698 Mono ટૂંક સમયમાં ભારતીય બજારમાં આવવા જઈ રહી છે. કંપનીએ તેની સોશિયલ મીડિયા ચેનલ્સ પર આ મૉટરસાઇકલનું ટીઝર પણ રજૂ કર્યું છે. કંપનીએ હજુ સુધી આ બાઇકની લૉન્ચિંગ તારીખને લઈને કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ આ બાઇક ટૂંક સમયમાં માર્કેટમાં આવે તેવી શક્યતા છે.


કેવું હશે ડુકાટીની પાવરફૂલ બાઇકનું એન્જિન ? 
Ducati Hypermotard 698 Monoમાં પાવરફુલ એન્જિન મળી શકે છે. આ બાઇકમાં જે એન્જીન મળે છે તેને SuperQuardo Mono કહી શકાય છે, જે સૌથી પાવરફુલ સિંગલ સિલિન્ડર એન્જિન છે. આ ડુકાટી બાઇક 659 cc, લિક્વિડ-કૂલ્ડ એન્જિનથી સજ્જ થઈ શકે છે, જે 9,750 rpm પર 76.43 bhpનો પાવર અને 8,000 rpm પર 62.76 Nmનો ટોર્ક જનરેટ કરશે.


ડુકાટીની બાઇકમાં 6-સ્પીડ યૂનિટ ટ્રાન્સમિશન ફીટ કરી શકાય છે. ડુકાટીનું કહેવું છે કે આ બાઇકમાં ગિયર રેશિયો Panigale V4ના અનુભવને ધ્યાનમાં રાખીને સેટ કરવામાં આવ્યો છે. આ બાઇકનું ગિયર બોક્સ Ducati Quick Shift (DQS) સાથે ઉપર અને નીચે આવી શકે છે.


ડુકાટી હાઇપરમૉટર્ડ 698 મોનોના ફિચર્સ 
Ducati Hypermotard 698 Monoમાં વ્હીલ કંટ્રોલ, ડુકાટી ટ્રેક્શન કંટ્રોલ, એન્જિન બ્રેક કંટ્રોલ અને ડુકાટી પાવર લૉન્ચ જેવા ફિચર આપવામાં આવી શકે છે. આ તમામ ફિચર્સ સિવાય આ બાઇકમાં ચાર રાઇડિંગ મૉડ પણ આપવામાં આવી શકે છે, જેમાં સ્પોર્ટ, રૉડ, અર્બન અને વેટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ત્રણ પાવર મૉડ લૉ, મિડ અને હાઈ પણ આપી શકાય છે.


કેવું હશે બાઇકનું સ્ટ્રક્ચર ? 
Ducati Hypermotard 698 Mono 45 mm Marzocchi અપસાઇડ-ડાઉન ફોર્ક સાથે ફીટ કરવામાં આવે તેવી અપેક્ષા છે જે સસ્પેન્શન ડ્યુટી માટે સંપૂર્ણપણે એડજસ્ટેબલ છે. બાઇકમાં પાછળના ભાગમાં સંપૂર્ણ રીતે એડજસ્ટેબલ Sachs Monoshock છે.


બ્રેકિંગ પાવર માટે બાઇકમાં 330 mm વ્યાસની ડિસ્ક છે, જેમાં આગળના ભાગમાં Brembo M4.32 4-પિસ્ટન રેડિયલ કેલિપર છે અને પાછળના ભાગમાં 240 mm ડિસ્ક છે. આ મૉટરસાઇકલમાં સેફ્ટી માટે ડ્યુઅલ-ચેનલ ABSની સુવિધા છે.


શું હશે ડુકાટીની બાઇકની કિંમત ? 
ડુકાટીએ હજુ સુધી આ બાઇકની લૉન્ચિંગ તારીખ વિશે કોઈ માહિતી જાહેર કરી નથી. આ સાથે કંપનીએ હજુ સુધી આ બાઇકની કિંમત વિશે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ એવી અપેક્ષા છે કે Ducati Hypermotard 698 Mono 10 લાખ રૂપિયાની કિંમત સાથે બજારમાં આવી શકે છે.


 


Car loan Information:

Calculate Car Loan EMI