હૈદરાબાદ: હૈદરાબાદની એક ઈલેક્ટ્રિક વ્હીકલ કંપની Atumobileએ ખૂબજ સસ્તી ઈલેક્ટ્રિક બાઈક લોન્ચ કરી છે. આ બાઈકનું નામ Atum 1.0 છે. આ બાઈક ઈન્ટરનેશલ સેન્ટર ફોર ઑટોમોટિવ ટેક્નોલોજી (ICAT) અપ્રૂવ્ડ લો સ્પીડ ઇલેક્ટ્રિક બાઈક છે. આ બાઈક એટલી સસ્તી છે કે માત્ર 7 થી 8 રૂપિયામાં 100 કિલોમીટર સુધી દોડી શકે છે.
આ બાઈક માટે નહીં જરૂર પડે લાયસન્સની


Atum 1.0 બાઈકને ચલાવવા માટે કોઈ ડ્રાઈવિંગ લાયસન્સ કે રજિસ્ટ્રેશનની જરૂર નહી પડે. તેને ખાસ ભારતીય ગ્રાહકો માટે ડિઝાઈન કરવામાં આવી છે. આ ઈલેક્ટ્રિક બાઈકમાં પોર્ટેબલ લિથિયમ-ઓયન બેટરી આપવામાં આવી છે, જે ચારથી પાંચ કલાકમાં ફુલ ચાર્જ થાય છે. કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આ બાઈક સિંગલ ચાર્જ પછી 100 કિલોમીટરની રેન્જ સુધી દોડી શકે છે.
આ બાઈકમાં બે વર્ષની બેટરી વોરંટી આપવામાં આવી છે. તેમાં અનેક કલર ઓપ્શન પણ આપવામાં આવ્યા છે. Atum 1.0 ઈલેક્ટ્રિક બાઈકમાં 6 કિલોગ્રામની લાઈટવેટ પોર્ટેબલ બેટરી પેક પણ આપવામાં આવી છે. તેમાં ગમે ત્યાં નોર્મલ થ્રી-પિન સોકેટનો ઉપયોગ કરીને ચાર્જ કરી શકાય છે.
બાઈકની કિંમતની વાત કરીએ તો તેની કિંમત 50 હજાર રૂપિયા રાખવામાં આવી છે.

7 રૂપિયામાં દોડશે 100 કિમી

કંપનીના દાવા અનુસાર સિંગલ ચાર્જ કર્યા બાદ એક યૂનિટ વીજળી ગ્રહણ કરે છે. એટલે કે, બાઈક 7-10 રૂપિયામાં 100 કિલોમીટર સુધી દોડી શકે છે. કંપની અનુસાર ટ્રેડિશનલ ICE બાઈકમાં 100 કિલોમીટરનો ખર્ચ લગભગ 80 થી 100 રૂપિયા પ્રતિ દિન છે. ઈલેક્ટ્રિક બાઈકમાં 20X4 ફેટ-બાઈક ટાયર આપવામાં આવ્યા છે. બાઈક લો સીટ હાઈટ, LED હેડલાઈટ, ઈન્ડીકેટર્સ, ટેલલાઈટ અને ફુલ ડિજિટલ ડિસ્પ્લેથી સજ્જ છે.

Car loan Information:

Calculate Car Loan EMI