અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી દૈનિક કેસો 1200ને પાર થઈ ગયા છે, ત્યારે ગઈ કાલે ગુજરાત માટે થોડા રાહતના સમાચાર સામે આવ્યા હતા. ગઈ કાલે નવા 1295 કેસ નોંધાયા હતા. જોકે, તેની સામે 1445 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આમ, ગઈ કાલે નવા આવેલા કેસો કરતાં વધુ લોકો સ્વસ્થ થયા હતા. જેને કારણે ગઈ કાલે એક્ટિવ કેસોમાં ઘટાડો નોંધાયો છે.
ગઈ કાલે ગુજરાતમાં કુલ 72,076 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે 1108.86 ટેસ્ટ પ્રતિ દિન પ્રતિ મીલીયન વસ્તીના થાય છે. ગુજરાતમાં સાજા થવાનો દર 81.78 ટકા છે. અત્યાર સુધીમાં કુલ 87,479 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
ગુજરાતમાં ગઈ કાલે કોરોનાથી કુલ 13 લોકોના મોત થયા હતા.
કોરોનાના કહેર વચ્ચે ગુજરાત માટે ગઈ કાલે શું આવ્યા મોટા રાહતના સમાચાર? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Sep 2020 12:13 PM (IST)
ગઈ કાલે નવા 1295 કેસ નોંધાયા હતા. જોકે, તેની સામે 1445 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આમ, ગઈ કાલે નવા આવેલા કેસો કરતાં વધુ લોકો સ્વસ્થ થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -