નવી દિલ્હીઃ Olaના ઇલેક્ટ્રિક સ્કૂટર (Electric Scooter)નું લૉન્ચિંગ આ મહિને થઇ શકે છે. કંપનીએ આનુ બુકિંગ પણ શરૂ કરી દીધુ છે. આગામી દિવસોમાં આ સ્કૂટર વેચાણ માટે ઉપલબ્ધ થશે. જો તમે આનો ઇન્તજાર કરી કરી રહ્યાં છો અને આ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા ઇચ્છી રહ્યાં છો તો કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને બુક કરી શકો છો. કંપનીનો દાવો છે કે આ સ્કૂટરને એડવાન્સ ફિચર્સ સાથે માર્કેટમાં ઉતારવામાં આવશે.


Olaના સીઇઓએ કર્યો ખુલાસો-  
Olaના સીઇઓ ભાવિશ અગ્રવાલે થોડાક દિવસો પહેલા આ ઇલેક્ટ્રિક સ્કૂટરના કેટલાક ફિચર્સ વિશે જાણકારી આપી હતી. તેને ટ્વીટર પર પૉસ્ટ કર્યુ હતુ કે અપકમિંગ સ્કૂટરમાં સૌથી મોટી બૂટ સ્પેસ, એપ-બેઝ્ડ કીલેસ એક્સેસ અને સેગમેન્ટ-લીડિંગ રેન્જ જેવી સુવિધાઓ આપવામાં આવશે. તમે આ સ્કૂટરને માત્ર 499 રૂપિયા આપીને બુક કરી શકો છો. 


18 મિનીટમાં 50 ટકા સુધી થશે ચાર્જ- 
Ola અનુસાર આ ઇલેક્ટ્રિક સ્કૂટર માટે એક મજબૂત ચાર્જિંગ નેટવર્ક જોઇતુ હોય છે, અને કંપનીનો દાવો છે કે અમારુ હાઇપર ચાર્જર નેટવર્ક સૌથી મોટુ ચાર્જિંગ નેટવર્ક હશે. જેમાં ટૂ-વ્હીલર્સ ચાર્જ કરી શકાશે. આ ચાર્જિંગ નેટવર્ક દેશભરના 400 શહેરોમાં હશે. જેમાં આ ઇલેક્ટ્રિક સ્કૂટર ચાર્જ થઇ શકશે. આમાં 100000 ચાર્જિંગ પૉઇન્ટ આપવામાં આવશે. આ ચાર્જિંગ નેટવર્ક એટલુ દમદાર હશે કે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર માત્ર 18 મિનીટમાં 50 ટકા સુધી ચાર્જ કરી શકાશે. ત્યારબાદ 75 કિલોમીટર સુધીની રેન્જ આપશે. કંપનીએ હજુ આની કિમત વિશે કોઇ ખુલાસો કર્યો નથી.  


Bajaj Chetak સાથે થશે ટક્કર- 
Ola Electric Scooterની ટક્કર ભારતમાં Bajaj Chetak સાથે થશે. બજાજ ચેતક (Bajaj Chetak) માર્કેટમાં બે વેરિએન્ટમાં અવેલેબલ છે, જેમાં Urban અને Premium વેરિએન્ટ્સ સામેલ છે. કંપની આને એક લાખ રૂપિયાની શરૂઆતી કિંમતની સાથે માર્કેટમાં ઉતાર્યુ હતુ. એકવાર ચાર્જ કરવાથી આ 95 કિલોમીટર સુધીનો સફર કરી શકે છે. વળી ઇકો મૉડમાં આ 85 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. બજાજ ચેતકમાં કી લેન્સ ફિચર આપવામાં આવ્યુ છે. આની મદદથી તમે ચાવી વિના પણ સ્કૂટરને ચાલુ કરી શકશો. તમારા ખિસ્સામાં જો આની ચાવી છે તો તમારે ફક્ત એક બટન દબાવવુ પડશે, અને સ્કૂટર ચાલુ થઇ જશે. આ સ્કૂટરમાં રેટ્રૉ લૂકની સાથે રાઉન્ડ DRL આપવામાં આવ્યા છે. તમે આને સ્માર્ટફોનથી પણ કનેક્ટ કરી શકો છો, જ્યાં રિયલ ટાઇમમાં તમામ જાણકારી મળી શકશે. 


1 કલાકમાં થશે 25 ટકા સુધી ચાર્જ.... બજાજ ચેતક (Bajaj Chetak)મા બે રાઇડિંગ મૉડ્સ આપવામાં આવ્યા છે, એક City મૉડ અને એક Sport મૉડ. આમાં 4.1 કિલોવૉટની ઇલેક્ટ્રિક મૉટર આપવામાં આવી છે, જે 16 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. ચેતકનુ એન્જિન ઓટોમેટિક ટ્રાન્સમિશનની સાથે આપવામાં આવ્યુ છે. માત્ર એક કલાકમાં આ 25 ટકા સુધી ચાર્જ થઇ શકે છે. જ્યારે પાંચ કલાકમાં આ સ્કૂટર ફૂલ ચાર્જ થઇ જશે.


Car loan Information:

Calculate Car Loan EMI