Tata Tiago EV Price Hike: દેશની અગ્રણી ઓટોમેકર ટાટા મોટર્સે તેના ગ્રાહકોને આંચકો આપ્યો છે. કંપનીએ ગયા વર્ષે લોન્ચ કરેલી તેની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Tata Tiago EVની કિંમતોમાં વધારો કર્યો છે. જ્યારે તેને લોન્ચ કરવામાં આવી ત્યારે કંપનીએ આ કારની શરૂઆતી કિંમત 8.49 લાખ રૂપિયા રાખી હતી. જોકે આ કિંમત માત્ર પ્રથમ 20,000 ગ્રાહકો માટે હતી. 20 હજાર બુકિંગને પાર થતાં જ કંપનીએ કિંમતોમાં વધારો કરી દીધો છે.
ભાવમાં કેટલો વધારો થયો?
ટાટા મોટર્સે આ સસ્તી ઇલેક્ટ્રિક કારની કિંમતમાં 20,000 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા બાદ ટાટાની નવી શરૂઆતી કિંમત 8.69 લાખ રૂપિયા થઈ ગઈ છે. બીજી તરફ જો આપણે Tata Tiagoના ટોપ વેરિઅન્ટની કિંમત વિશે વાત કરીએ તો તે 11.79 લાખ રૂપિયાથી વધીને 11.99 લાખ રૂપિયા થઈ ગઈ છે. આ ઇલેક્ટ્રિક કાર વિવિધ બેટરી પેક અને ચાર્જિંગ વિકલ્પો અનુસાર 8 ટ્રિમ્સમાં આવે છે.
શું છે તેની રેંજ?
Tata Tiago EVમાં તમને બે બેટરી પેક વિકલ્પો મળે છે, જેમાં 19.2kWh અને 24kWhનો સમાવેશ થાય છે. જો રેન્જની વાત કરીએ તો 19.2 kWh બેટરી પેકવાળી કાર માટે એક જ ચાર્જ પર 250 કિમી ચાલી શકે છે. બીજી તરફ, 24kWh બેટરી પેકવાળી કાર માટે, તે એક જ ચાર્જ પર 315 કિમી સુધી ચલાવી શકાય છે. આ કાર 5.7 સેકન્ડમાં 0-60 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં સક્ષમ છે.
ચાર્જિંગ વિકલ્પ?
Tata Tiagoમાં કુલ ચાર ચાર્જિંગ વિકલ્પો ઉપલબ્ધ છે. જેમાં આ કારને 7.2kW ચાર્જર વડે 3.6 કલાકમાં 10-100% ચાર્જ કરી શકાય છે. જ્યારે 15A પોર્ટેબલ ચાર્જર પણ છે, તે કારને 8.7 કલાકમાં 10 થી 100% સુધી ચાર્જ કરી શકે છે. આ સિવાય ડીસી ફાસ્ટ ચાર્જર છે, જેના કારણે આ કાર માત્ર 58 મિનિટમાં 10 થી 100% સુધી ચાર્જ થઈ શકે છે.
શું છે ઓપ્શન?
આ કારમાં, તમને 7-ઇંચની ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, ક્રૂઝ કંટ્રોલ, કૂલ્ડ ગ્લોવ બોક્સ, રેઇન-સેન્સિંગ વાઇપર્સ, ઓટો હેડલાઇટ્સ, સ્ટીયરિંગ-માઉન્ટેડ કંટ્રોલ અને 8-સ્પીકર હાર્મન મ્યુઝિક સિસ્ટમ જેવી સુવિધાઓ જોવા મળશે.
Tata Sierra: એક સમયે ધુમ મચાવનાર ટાટાની આ SUV ફરી મચાવશે ધમાલ, જાણો રિવ્યુ
એક સમયે ટાટાની સિએરાની માર્કેટમાં ભારે બોલબાલા હતી. ટાટા સિએરા ખૂબ જ લોકપ્રિય નામ હતું પરંતુ કોઈએ અપેક્ષા નહોતી કરી કે તે ભારતીય બજારમાં તે ફરી એકવાર પ્રવેશ કરશે. પરંતુ આ વર્ષે તેને ઓટો એક્સપોમાં તેને પ્રદર્શિત કરવામાં આવી હતી. જોકે, આ માટે ગ્રાહકોએ થોડી વધુ રાહ જોવી પડશે કારણ કે, આ કાર 2025માં લોન્ચ થવાની શક્યતા છે. ટાટા મોટર્સની લાઇનઅપમાં તે સૌથી પ્રીમિયમ એસયુવી હશે.
નવી સિએરામાં પહેલા જેવુ કંઈ નહીં હોય કારણ કે, મોટા કદની SUVને EV આર્કિટેક્ચર પર ડિઝાઇન કરવામાં આવી છે. તેનું ફાઈનલ ઉત્પાદન મોડલ ઓટો એક્સ્પો 2023માં પ્રદર્શિત મોડલ જેવું જ હોઈ શકે છે. એકંદરે, સિએરા એક મોટી સાઇઝની એસયુવી છે, જેને બોક્સી લાઇન્સ સાથે ફોર્ચ્યુનર લુક આપવામાં આવ્યો છે.
Car loan Information:
Calculate Car Loan EMI