ભારતમાં ઝડપથી ઉભરી રહેલી ટ્રેકટર કંપની સોનાલિકાએ આંતરરાષ્ટ્રીય ખેડૂત દિવસના અવસર પર ઈલેકટ્રિક ટ્રેકટર Tiger Electric લોન્ચ કર્યુ છે. દમદાર ઇલેક્ટ્રિક મોટરથી લેસ આ ટ્રેક્ટરનો લુક પણ ઘણો શાનદાર છે. તેની કિંમત એક્સ શો રૂમમાં 5.99 લાખથી શરૂ થાય છે. બે ટન ટ્રોલી સાથે કામ કરતી વખતે 24.93 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ અને 8 કલાકનો બેટરી બેકઅપ આપે છે.


નહીં કરે વધારે અવાજ

આ ટ્રેકટરનું નિર્માણ ભલે ભારતમાં થયું હોય પણ તેને મોર્ડન ટેકનોલોજી સાથે યૂરોપમાં ડિઝાઇન કરાયું છે. કંપનીએ ઇલેક્ટ્રિક ટ્રેકટરને અવાજ વગર અને સારી ડ્રાઇવિંગ રેન્જના હેતુથી બજારમાં રજૂ કર્યુ છે. કંપનીએ તેમાં IP6 કંમ્પલાઇંટ 25.5 Kwhની ક્ષમતાની નેચરલ કૂલિંગ કોમ્પેક્ટ બેટરીનો ઉપયોગ કર્યો છે.

ચાર્જ થવામાં લાગશે ઓછો સમય

આ ટ્રેક્ટરમાં ડીઝલવાળા ટ્રેક્ટર્સના મુકાબલે એક ચતુર્થાંશ પણ ઓછો ખર્ચ થશે. ઘરેલુ સોકેટથી પણ ચાર્જ થઈ શકવાનો કંપનીએ દાવો કર્યો છે. આ ટ્રેક્ટરની બેટરી 10 કલાકમાં ફૂલ ચાર્જ થઈ જશે. જેથી તમારે વારંવાર ડીઝલ ભરાવવાની માથાકૂટ પણ નહીં કરવી પડે.

8 કલાકનો બેટરી બેકઅપ

આ ટ્રેકટર ખેડૂતો માટે ઘણું સુવિધાજનક સાબિત થશે. જે બે ટન ટ્રોલી સાથે કામ કરતી વખતે 24.93 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડની સાથે સાથે આશરે આઠ કલાકનો બેટરી બેકઅપ આપશે. કંપની તેમાં ફાસ્ટ ચાર્જિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી રહી છે. જેની સાથે ટાઇગર ઇલેકટ્રિકેને માત્ર ચાર કલાકમાં ચાર્જ કરી શકાશે.


Car loan Information:

Calculate Car Loan EMI