વડોદરાઃ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાયલી ગામની સ્કિમમાં લુમતીઓને આવાસો ફાળવતા વિવાદ સર્જાયો છે. ભાયલી વિસ્તારના લાભાર્થીઓ જ વંચિત રહ્યા છે. બહારના વિસ્તારના લોકોને મોટાપાયે આવાસો ફાળવાયા છે. તેમજ એક જ સ્કિમમાં 70થી વધુ લધુમતીઓને મકાન ફાળવતા રોષ ફાટી નીકળ્યો છે.


હિન્દુ વિસ્તારમાં લધુમતીઓને આવાસ ફાળવતા સ્થાનિકો ભયમા મુકાયા છે. ભાયલીના રહીશોએ કલેકટરને આ અંગે આવેદનપત્ર આપ્યું છે. બેનર પોસ્ટર સાથે લોકોએ કલેકટર કચેરી પર સૂત્રોચ્ચાર કર્યા હતા.