નવી દિલ્હીઃ અત્યાર સુધી લોકો વિમાન કે પછી હેલિકૉપ્ટરમાં ઉડીને એક શહેરમાંથી બીજા શહેરની સફર કરતાં હતા, પરંતુ તમે ક્યારેય વિચાર્યુ છે કે આ હવાઇ સફર કોઇ કાર કે બીજા કોઇ વાહનના મારફતે થઇ શકે છે. જી હા, આવુ સાચે જ  થયુ છે. ખરેખરમાં સ્લૉવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવામાં પહેલી ફ્લાઇંગ કારે (Flying Car) ઉડાન ભરી છે. આ પ્રૉટોટાઇપ-1 ફ્લાઇંગ કારે બ્રાતિસ્લાવા અને ની્તરા શહેરની વચ્ચે ઉડાન ભરી હતી, અને આ સમય અંતર કાપવામાં કારને માત્ર 35 મિનીટનો જ સમય લાગ્યો હતો. ઉડાન પુરી કર્યા બાદ કાર રનવે પર ઉતરી અને પોતાની પાંખોને સમેટી લીધી, પછી કારમાં ફરવાઇ ગઇ હતી. લોકોએ આ ઘટનાને જોતા જ કેમેરામાં પણ કેદ કરી લીધી હતી.  


ફક્ત આટલી સેકન્ડમાં ભરે છે ઉડાન-
આ ફ્લાઇંગ કારમાં કંપનીએ ક્લેન વિજન એરકારને 160 હોર્સપાવરના બીએમડબલ્યૂ એન્જિનનો યૂઝ કર્યો છે. આ ઉડનારી કારે 40 કલાકમામાં એર ફ્લાઇટ ટેસ્ટ સફળતાપૂર્વક પુરો કર્યો છે. રિપોર્ટ્સનુ માનીએ તો માત્ર ત્રણ મિનીટમાં જ ઉડવાના કાબેલ બનાવી લે છે. વળી, 30 સેકન્ડમાં ટેકઓફ કરી આકાશમાં ઉડાન ભરી લે છે.


આટલી છે રેન્જ- 
ફ્યૂલ નાંખ્યા બાદ આ ઉડનારી કાર 8200 ફૂટની ઉંચાઇ પર એક હજાર કિલોમીટર સુધી 190 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી ઉડાન ભરવાની તાકાત રાખે છે. જ્યાં આ કાર ત્રણ મિનીટ ત્રીસ સેકન્ડમાં ઉડી જાય છે. વળી આટલા જ ટાઇમમાં પાંખોને પણ સમેટી લે છે. આ કારનો વીડિયો સોશ્યલ મીડિયા પર છવાઇ ગયો છે. 



Car loan Information:

Calculate Car Loan EMI