નવી દિલ્હીઃ ફોર્સ મૉટર્સ પોતાની ઓફ રૉડિંગ SUV ગુરખાને હવે નવા અવતારમાં લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ભારતમાં ઓફ રૉડિંગ માટે કેટલીય SUV અવેલેબલ છે. આ સેગમેન્ટમાં મહિન્દ્રા ખુબ લોકપ્રિય છે. આ 2nd જનરેશન ફોર્સ ગુરખાનુ નવુ મૉડલ કેટલાય સારા ફિચર્સ સાથે છે.


ફોર્સ મૉટર્સે છેલ્લા ઓટો એક્સ્પોમાં સેકન્ડ જનરેશન ગુરખા મૉડલને રજૂ કર્યુ હતુ. રિપોર્ટ્સ અનુસાર, ટેસ્ટિંગ દરમિયાન આને સ્પૉટ પણ કરવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષના અંત સુધી ભારતીય માર્કેટમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. કેટલીક અન્ય જાણકારી પ્રમાણે કંપની આને આ વર્ષ ફેસ્ટિવ સિજનમાં જ લૉન્ચ કરી શકે છે. 


હોઇ શકે ચે આ ફેરફાર..... 
નવી ગુરખાનની કેટલીય તસવીરો પણ લીક થઇ છે, જેમાં આમાં નવી હેડલાઇટ્સની સાથે સર્ક્યૂલર ડે ટાઇમ રનિંગ લાઇટ્સની સાથે સિંગલ સ્લૉટ ગ્રિલની વચ્ચે કંપનીનો મોટો લૉગો જોવા મળશે. આ ઉપરાંત આમાં નવા ફૉગ લેમ્પ્સ, વ્હીલ ક્લેડિંગ અને બ્લેક આઉટ સાઇડ રિયર વ્યૂ મિરર અને રૂફ કેરિયર જેવા ફેરફારો જોવા મળી શકે છે. આ ઉપરાંત આના કેબિનની વાત કરીએ તો આમાં નવા ટસસ્ક્રીન ઇન્ફોન્મેન્ટ સિસ્ટમ, બ્લેક ડેશબોર્ડ, સર્ક્યૂલર AC વેન્ટ્સ, ફ્રન્ટ પાવર વિન્ડો અને થ્રી સ્પૉક સ્ટીયરિંગ વ્હીલ જેવા ફિચર્સ પણ જોવા મળી શકે છે. આ ફેરફારો સાથે આ ગાડી વધુ દમદાર દેખાશે.  


એન્જિન અને મુકાબલો.... 
સેકન્ડ જનરેશન ગુરખામાં BS6 માનક વાળા 2.6 લીટરનુ એન્જિન મળશે, જે 89bhpની પાવર જનરેટ કરે છે. આ એન્જિંન 5 સ્પીડ મેન્યૂઅલ ગિયરબૉક્સ વાળુ હશે. સાથે જ આમાં ફૉર વ્હીલ ડ્રાઇવ (4x4)ની સુવિધા પણ મળશે. આ ગાડીમાં ડબલ હાઇડ્રૉલિક સ્પ્રિંગ ક્વૉઇલ સસ્પેન્શન અને 17 ઇંચના ટ્યૂબલેસ ટાયર્સ મળશે. ભારતમાં આ કઇ તારીખે આને લૉન્ચ કરવામા આવશે તેના વિશે હજુ સુધી કોઇ જાણકારી નથી મળી. નવી ફોર્સ ગુરખાનો સીધો મુકાબલો મહિન્દ્રા થાર સાથે થશે.


Car loan Information:

Calculate Car Loan EMI