સુરેન્દ્રનગરઃ લીંબડી ભોગાવો સિંચાઇ યોજના અંતર્ગત વડોદ ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમમાંથી પાણી છોડાતા સૌકા - લીંબડી ગામ વચ્ચેનો કોઝવે તૂટી ગયો હતો.  કોઝવે તુટી જતા સૌકા, લાલીયાદ, લીયાદ સહીતના ગ્રામજનો અને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.  


એક તરફ લોકોને પીવાનું પાણી નથી મળતું ત્યારે ડેમ રીપેરીંગના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલ ચેકડેમો ભરવા તથા ડેમના રીપેરીંગ કામ માટે ડેમ ખાલી કરવાની જરૂર હોય વડોદ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું.