Special FASTag online application: ભારતના હાઈવે પર મુસાફરી હવે વધુ ફાસ્ટ અને સ્માર્ટ બનવા જઈ રહી છે. સરકાર જૂના ટોલ પ્લાઝા હટાવીને કેમેરા અને સેન્સરવાળી નવી AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સિસ્ટમ લાવી રહી છે. જોકે, આ સિસ્ટમમાં રાષ્ટ્રપતિ, પીએમ, આર્મી કે એમ્બ્યુલન્સ જેવા ટોલ-ફ્રી વાહનોને મશીનની ભૂલથી દંડ ન ફટકારાય તે માટે સરકાર એક ખાસ 'ફ્રી FASTag' લાવવાની તૈયારી કરી રહી છે. આ ફાસ્ટેગથી આવા ખાસ વાહનો 1 પણ રૂપિયો ચૂકવ્યા વગર સરળતાથી ટોલ પાર કરી શકશે અને તેમને કોઈ ખોટો મેમો પણ નહીં આવે.

શું છે આ નવી AI ટોલ સિસ્ટમ?

હવે હાઈવે પર તમારે ટોલ ભરવા માટે ગાડી લાંબી લાઈનમાં ઊભી રાખવી નહીં પડે. સરકાર Multi-Lane Free Flow (MLFF) નામની નવી સિસ્ટમ લાવી રહી છે.

Continues below advertisement
Continues below advertisement

આ સિસ્ટમમાં Automatic Number Plate Recognition (ANPR) ટેકનોલોજીવાળા હાઇ-ટેક કેમેરા લાગેલા હશે.

જેવી તમારી ગાડી ટોલ પાસેથી પસાર થશે, કેમેરા તમારી નંબર પ્લેટ સ્કેન કરી લેશે અને સીધો જ તમારા એકાઉન્ટમાંથી ટોલ કપાઈ જશે.

ખાસ FASTag લાવવાની જરૂર કેમ પડી?

આપણા દેશના નિયમો મુજબ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલો, સુપ્રીમ અને હાઈકોર્ટના જજો, આર્મીના વાહનો અને કેટલીક ઈમરજન્સી સેવાઓને ટોલ ટેક્સ ભરવામાંથી મુક્તિ મળેલી છે.હવે નવી AI સિસ્ટમ તો એક મશીન છે, એટલે તે ક્યારેક આ VIP વાહનોને સામાન્ય વાહન સમજીને ભૂલથી દંડ અથવા ઈ-નોટિસ મોકલી શકે છે. આ મોટી સમસ્યાને ઉકેલવા માટે જ સરકાર આ ખાસ FASTag લાવવાનો વિચાર કરી રહી છે. આ ફાસ્ટેગ દેખાવમાં સામાન્ય ફાસ્ટેગ જેવું જ કામ કરશે, પણ ગાડી પસાર થશે ત્યારે તેમાંથી કોઈ પૈસા કપાશે નહીં.

સરકાર કયા 2 વિકલ્પો પર કરી રહી છે કામ?

આ મુશ્કેલીના કાયમી ઉકેલ માટે સરકાર 2 પ્લાન પર કામ કરી રહી છે:

રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય પાસે રહેલા તમામ ટોલ-ફ્રી વાહનોનો એક મોટો સેન્ટ્રલ ડેટાબેઝ બનાવવો અને તેને સીધો AI ટોલ સિસ્ટમ સાથે કનેક્ટ કરી દેવો.

આવા ખાસ વિભાગો અને એજન્સીઓને અનલિમિટેડ ફ્રી મુવમેન્ટ વાળા સ્પેશિયલ FASTag આપવા.

આ પણ વાંચોઃ માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે Tata Sierra EV: AWD સિસ્ટમ સાથે મળશે 500 KM ની રેન્જ

આર્મીના વાહનો માટે ખાસ ડેટા સુરક્ષા

લશ્કર અને ડિફેન્સના વાહનોની સુરક્ષા માટે ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. આર્મીના વાહનોની નંબર પ્લેટ સાવ અલગ હોય છે. નવી AI સિસ્ટમ તેને તરત ઓળખી લેશે અને ગાડી પસાર થતાં જ સુરક્ષાના કારણોસર તેનો ડેટા તરત જ ડિલીટ કરી નાખશે. આનાથી તેમની સંવેદનશીલ માહિતી લીક થવાનો કોઈ ખતરો રહેશે નહીં.

શું દરેક સરકારી કર્મચારીને આ મફત ફાસ્ટેગ મળશે?

સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ સુવિધા દરેક સરકારી બાબુ કે નેતાઓ માટે નથી. સાંસદો (MP), ધારાસભ્યો (MLA) કે અન્ય મોટા અધિકારીઓના અંગત વાહનોને આ લાભ નહીં મળે.

શરત: જ્યારે તેઓ કડક રીતે કોઈ સત્તાવાર સરકારી ફરજ પર હશે, ત્યારે જ તેમને ટોલ મુક્તિ મળશે. સામાન્ય પર્સનલ કામ માટે તેઓ આ ફ્રી સુવિધાનો ઉપયોગ કરી શકશે નહીં.

આ પણ વાંચોઃ ફૂલ ટેન્ક પર 1,000 કિમી ચાલશે BYDની નવી હાઇબ્રિડ SUV! ફીચર્સ જાણીને હોશ ઉડી જશે!

આ ખાસ FASTag ક્યાંથી અને કેવી રીતે મળશે?

આ સ્પેશિયલ FASTag મેળવવાની પ્રક્રિયા પણ નોર્મલ ફાસ્ટેગ કરતા સાવ અલગ છે.

તમે તેને કોઈ બેંક, પેટીએમ કે દુકાન પરથી ખરીદી શકશો નહીં.

આ માટે વાહન માલિકે ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ (IHMCL) ના ઓફિશિયલ ઓનલાઈન પોર્ટલ પર જઈને અરજી કરવી પડશે.

ત્યાં ગાડીની RC બુક, પોતાના વિભાગનો ઓથોરિટી લેટર અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

આ તમામ ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન પૂરું થયા પછી જ વાહન માટે આ "ઝીરો બેલેન્સ (0 Balance) સ્પેશિયલ FASTag" આપવામાં આવશે.


Car loan Information:

Calculate Car Loan EMI