માર્ગ પરિવહન મંત્રાલયે આ સંબંધિત એક નોટિફિકેશન જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, નિયમોમાં સંશોધન બાદ 1 જાન્યુઆરી, 2021થી તમામ જૂના વાહનો માટે ફાસ્ટટેને અનિવાર્ય થઈ જશે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, “ 1 ડિસેમ્બર, 2017 પહેલા વેચવામાં આવેલા તમામ જૂના વાહનો માટે FASTagને ફરજીયાત કરવા માટે તમામ હિતધારકો પાસેથી સૂચનો મંગાવવા માટે ડ્રાફ્ટ અધિસૂચના જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય મોટર વ્હીકલ્સ નિયમ 1989માં સંશોધિત જોગવાઈને 1 જાન્યુઆરી, 2021થી લાગૂ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે”
કેન્દ્ર સરકારે નવા થર્ડ પાર્ટી વીમા માટે પણ માન્ય ફાસ્ટેગને અનિવાર્ય કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. તેને 1 એપ્રિલ 2021થી લાગુ કરવાનો પ્રસ્તાવ છે.
Car loan Information:
Calculate Car Loan EMI