Hero splendor plus vs bajaj platina 100 : ભારતીય બજારમાં જ્યારે પણ સસ્તા બાઇકની વાત આવે છે ત્યારે હીરો સ્પ્લેન્ડર પ્લસ અને બજાજ પ્લેટીનાના નામ કેવી રીતે ભૂલી શકાય. 2025ના નવા GST દર પછી આ બંને બાઇક પહેલા કરતા વધુ સસ્તી બની ગઈ છે. ટુ-વ્હીલર પરનો GST દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે, જે 22 સપ્ટેમ્બર 2025થી લાગુ થશે. તમામ લોકો તહેવાર દરમિયાન બાઈક ખરીદવાને લઈ અત્યારથી જ ઈન્ટરનેટ પર પ્રાઈઝ સર્ચ કરી રહ્યા છે. ચાલો જાણીએ કે GST ઘટાડા પછી સ્પ્લેન્ડર કે પ્લેટિના કઈ બાઈક ખરીદવી તમારા માટે વધુ ફાયદાકારક રહેશે ?
કઈ બાઇક ખરીદવી વધુ ફાયદામાં રહેશે?
હીરો સ્પ્લેન્ડર પ્લસની હાલની કિંમત 80 હજાર 16 રૂપિયા છે. જીએસટી ઘટાડા બાદ બાઇકની નવી કિંમત 73 હજાર 903 રૂપિયા થશે. આ રીતે બાઇકની કિંમત 6 હજાર 263 રૂપિયા ઘટશે. બીજી તરફ, બજાજ પ્લેટિનાની વાત કરીએ તો પ્લેટિનાની એક્સ-શોરૂમ કિંમત 70 હજાર 611 રૂપિયા છે. જીએસટી ઘટાડા બાદ આ કિંમત 63 હજાર 611 રૂપિયા થશે. આ રીતે, બાઇકની કિંમત લગભગ 7 હજાર રૂપિયા ઘટશે.
હીરો સ્પ્લેન્ડર vs બજાજ પ્લેટિના: ફીચર્સ
હીરો સ્પ્લેન્ડર પ્લસમાં i3S ફ્યુઅલ સેવિંગ ટેકનોલોજી, ટ્યુબલેસ ટાયર, ડ્રમ બ્રેક્સ ફ્રન્ટ-રીઅર અને 9.8 લિટર ફ્યુઅલ ટેન્ક જેવા ફીચર્સ છે. તમે આ બાઇકને બ્લેક, રેડ, સિલ્વર જેવા કલર વિકલ્પો સાથે ખરીદી શકો છો. આ ઉપરાંત, બજાજ પ્લેટિનામાં સ્પ્રિંગ ઇન સ્પ્રિંગ સસ્પેન્શન રોડ શોક્સ, ઇલેક્ટ્રિક સ્ટાર્ટ અને ડ્રમ બ્રેક્સ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
બજાજ પ્લેટિના બાઇકમાં 11 લિટરની ફ્યુઅલ ટેન્ક છે અને તેનું વજન 117 કિલો છે. પ્લેટિનામાં DRL, સ્પીડોમીટર, ફ્યુઅલ ગેજ, ટેકોમીટર, એન્ટી-સ્કિડ બ્રેકિંગ સિસ્ટમ અને 200 મીમી ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ છે.
કઈ બાઇક ખરીદવી ફાયદાકારક છે ?
GST ઘટાડા પછી, બજાજ પ્લેટિના 100 ની કિંમત હીરો સ્પ્લેન્ડર પ્લસ કરતા ઓછી હશે. જેના કારણે તે એક સસ્તું વિકલ્પ સાબિત થશે. જો કે, તમે તમારી જરૂરિયાત અને બજેટ અનુસાર બાઇક પસંદ કરી શકો છો.
નવા GST સ્લેબ અને કાર પર અસર
સરકારે નવી GST નીતિમાં નાની પેટ્રોલ અને CNG કાર પરનો ટેક્સ ઘટાડીને 18% કર્યો છે, જો કે તેમનું એન્જિન 1200cc સુધીનું અને લંબાઈ 4 મીટરથી ઓછી હોય. આ જ નિયમ ડીઝલ કાર પર લાગુ પડે છે, પરંતુ તેમની ક્ષમતા 1500cc સુધી રાખવામાં આવી છે. મધ્યમ કદની અને લક્ઝરી કાર માટે GST દર 40% નક્કી કરવામાં આવ્યો છે. અગાઉ, તેમના પર 28% GST અને 22% સેસ, એટલે કે કુલ 50% ટેક્સ વસૂલવામાં આવતો હતો.
Car loan Information:
Calculate Car Loan EMI