નવી દિલ્હીઃ જો તમે એક નવી બાઇક ખરીદવાનો વિચાર કરી રહ્યાં છો તો તમારા માટે સારા સમાચાર નથી, કેમકે દેશની સૌથી મોટી ટુ-વ્હીલર્સ કંપની હીરો મોટોકૉર્પ આજથી પોતાના વાહનોની કિંમતોમાં વધારો કરવા જઇ રહી છે. હીરોની બાઇક્સ અને સ્કૂટીની કિંમતો ત્રણ હજાર રૂપિયા સુધી વધશે. કંપની કાચો માલ મોંઘો થવાનો હવાલો આપીને કિંમતમાં વધારો કરી રહી છે. આ ઉપરાંત દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીની કારો પણ આજથી મોંઘી થઇ જશે. 


અલગ-અલગ વધશે કિંમત-- 
હીરો મોટોકૉર્પની કિંમત અલગ અલગ મૉડલ્સ અને વેરિએન્ટના હિસાબે અલગ અલગ વધારવામાં આવશે. કંપની અનુસાર, પ્રૉડક્ટ્સની કિંમત વધ્યા બાદ વાહનના મેન્યૂફેક્ચરિંગમાં આવી રહેલી કૉસ્ટને બરાબર કરવામાં આવી શકશે. જોકે કિંમત વધવાની સાથે કંપનીએ સ્પષ્ટ કરી દીધુ છે કે કિંમતોને ફક્ત એટલી જ વધારવામાં આવશે, જેનાથી કસ્ટમર્સના ખિસ્સા પર વધુ બોઝો ના પડી શકે.


પહેલા પણ વધ્યા હતા ભાવ- 
આ પહેલા પણ કંપનીએ આ વર્ષે એપ્રિલમાં પોતાના સિલેક્ટેડ મૉડલ્સની કિંમતો વધારી હતી. એપ્રિલમાં કંપની Xpulse 200, Xpulse 200T અને Xtreme 200Sની કિંમતમાં ત્રણ હજાર રૂપિયાનો વધારો કર્યો હતો, આ પછી Hero Xpulse 200ની દિલ્હી એક્સ-શૉરૂમની કિંમત 118,230 રૂપિયા, Hero Xpulse 200T ની કિંમત 115,800 રૂપિયા અને Hero Xtreme 200Sની  કિંમત 120,214 રૂપિયા થઇ ગઇ હતી.  


Maruti Suzuki પણ વધારશે કિંમત- 
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા (એમએસઆઇ) પોતાની કારોની કિંમતોમાં વધારો કરી રહી છે. કંપનીએ કહ્યું કે કાચા માલની કિંમતોમાં વધારો થવાના કારણે ચાલુ નાણાંકીય વર્ષની બીજી ત્રિમાસિકમાં પોતાની કારોની કિંમતમાં વધારો કરશે. એમએસઆઇના કાર્યકારી નિદેશક (વેચાણ અને મેનેજમેન્ટ0 શશાંક શ્રીવાસ્તવે બતાવ્યુ- સ્ટીલ અને કેટલીક કિંમતો ધાતુઓ, જેવી કે રોડિયમ અને પેલેડિયમની કિંમતો ખુબ વધી ગઇ છે. એપ્રિલમાં અમે ગ્રાહકો પર વધેલા ખર્ચનો એક ભાગ એ વિચારીને નાંખ્યો હતો કે આ વસ્તુઓની કિંમતો છેવટે નીચે આવી જશે, પરંતુ એવુ નથી થયુ. અંતિમ ઉપાય તરીકે અમે કંપનીની નાણાંકીય સ્થિતિને બચાવવા આવુ કરી રહ્યાં છીએ. 


Car loan Information:

Calculate Car Loan EMI