Hero MotoCorp launch Vida V1 Plus: હીરોએ તેના ઇલેક્ટ્રિક સ્કૂટરને અપડેટ કર્યા પછી, તેને નવા સ્વરૂપમાં લોન્ચ કર્યું છે. અપડેટની સાથે કંપનીએ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમતમાં પણ ઘટાડો કર્યો છે. હીરોએ અપડેટ સાથે ભારતમાં Vida V1 Plus લોન્ચ કર્યું છે. વિડા વી1 પ્લસની કિંમતમાં હીરોના અન્ય મોડલની સરખામણીમાં રૂ. 30 હજારનો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે સ્કૂટરના ફીચર્સ અને પરફોર્મન્સમાં સુધારો કરવામાં આવ્યો છે.


Vida V1 Plus નો નવો ભાવ
Hero MotoCorp દ્વારા લૉન્ચ કરવામાં આવેલા ઇલેક્ટ્રિક સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત 1.15 લાખ રૂપિયા છે. અગાઉ Vida V1 Proનું મોડલ લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની સરખામણીમાં Vida V1 Plusના રેટમાં 30 હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. Vida V1 Plus એ Vida V1 Proનું અપડેટેડ મોડલ છે.


જાણો જાન્યુઆરી 2024માં કેટલું થયું હતું વેંચાણ
ગયા વર્ષના જાન્યુઆરી 2023ની સરખામણીએ જાન્યુઆરી 2024માં હીરોના ઇલેક્ટ્રિક સ્કૂટર્સના વેચાણમાં 6.46 ટકાનો ઘટાડો થયો છે. હવે કંપનીએ Vida V1 Proને અપડેટ કરીને Vida V1 Plus લોન્ચ કર્યો છે. ઉપરાંત, Vida V1 Proની તુલનામાં, Vida V1 Plusની કિંમતમાં 30 હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. Hero MotoCorpએ જાન્યુઆરી 2024માં ટૂ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનોના 1494 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. તે જ સમયે, ગયા વર્ષે જાન્યુઆરી 2023 મહિનામાં 6.46 ટકા વધુ ઇલેક્ટ્રિક સ્કૂટર્સનું વેચાણ થયું હતું. હીરોએ સપ્ટેમ્બર 2023માં રેકોર્ડ વેચાણ કર્યું હતું. પહેલીવાર હીરોએ એક મહિનામાં 3000 યુનિટ વેચ્યા હતા. હીરોએ Vida V1 Plusની કિંમતમાં ઘટાડો કર્યો છે અને લોકોના બજેટ પ્રમાણે ઈલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં લૉન્ચ કર્યું છે.


Vida V1 Plus ના ફીચર્સ
Vida V1 Plus અને Vida V1 Pro બંનેમાં 6kW ઇલેક્ટ્રિક મોટર છે. આ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં સંપૂર્ણ ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે. LED લાઇટિંગ અને મલ્ટિપલ રાઇડ મોડ્સ પણ છે. Vida V1 Plusમાં સ્માર્ટફોન કનેક્ટિવિટીનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.


વિયેતનામની ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની વિનફાસ્ટે 2025માં ભારતીય બજારમાં પ્રવેશવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. કંપનીએ તમિલનાડુ સરકાર સાથે થૂથુકુડીમાં 400 એકરનો EV મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે પહેલેથી જ એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. કંપનીએ ઇલેક્ટ્રિક એસયુવી, ઇલેક્ટ્રિક સ્કૂટર અને ઇલેક્ટ્રિક સાઇકલ માટે ભારત માટે 3 ડિઝાઇન પેટન્ટ રજિસ્ટર કર્યા છે.


કંપની લાવશે ઇલેક્ટ્રિક સ્કૂટર 
Vinfast VF3 સુપરમિની ઇલેક્ટ્રિક SUVની ડિઝાઇન પેટન્ટ પહેલાથી જ ઇન્ટરનેટ પર લીક થઈ ચૂકી છે. આ ઈલેક્ટ્રિક SUV એક વાર ફુલ ચાર્જ થયા પછી લગભગ 201 કિમીની રેન્જ ધરાવતો હોવાનો દાવો કરવામાં આવે છે. આ વિએતનામીઝ બ્રાન્ડ તેની પ્રીમિયમ ઇલેક્ટ્રિક કાર માટે જાણીતી છે, તેની પાસે સ્થાનિક બજારમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની કેટેગરી પણ છે. Vinfast એ હવે ભારતમાં Vinfast Clara S ઇલેક્ટ્રિક સ્કૂટર માટે ડિઝાઇન ટ્રેડમાર્ક રજિસ્ટર કરાવ્યું છે.


Car loan Information:

Calculate Car Loan EMI