Ivanka Trump in India: અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી અને વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ સલાહકાર ઇવાન્કા ટ્રમ્પ શુક્રવારે (1 માર્ચ) ગુજરાતના જામનગર પહોંચ્યા હતા. જામનગરમાં શુક્રવારથી અબજોપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ત્રણ દિવસીય પ્રિ-વેડિંગ સેરેમનીનો પ્રારંભ થયો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી મહેમાનો આવી રહ્યા છે. હાલમાં જામનગર એરપોર્ટ સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક બની ગયું છે. મુકેશ અંબાણીના ભાઇ અનિલ અંબાણી અને તેની પત્ની પણ જામનગર પહોંચ્યા હતા.






અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ હોવા ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પ એક મોટા બિઝનેસમેન પણ છે. અંબાણી પરિવાર સાથે પણ તેના સંબંધો છે. ટ્રમ્પ બિઝનેસ જગતનું મોટું નામ છે. આ જ કારણ છે કે અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન સમારોહમાં ટ્રમ્પ પરિવારને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ જ કારણ છે કે ઇવાન્કા આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારત આવી છે. સફેદ ડ્રેસમાં ઈવાન્કાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કારમાં બેઠેલી જોઈ શકાય છે.





અનંત અને રાધિકાની પ્રી-વેડિંગ સેલિબ્રેશનને ચમકાવવા માટે સ્ટાર્સ આવવાનું ચાલુ છે.  જેમાં બોલિવૂડની સાથે સાઉથના સ્ટાર્સ પણ જોવા મળશે. ગઇકાલે શાહરૂખ ખાન તેમના ફેમિલિ સાથે પહોંચ્યા હતા.અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા માટે મહેન્દ્ર સિંહ ધોની પણ પત્ની સાક્ષી સાથે જામનગર પહોંચી ચૂક્યાં  છે. બંને કારમાંથી નીચે ઉતરતા જોવા મળ્યા હતા. ધોનીને જોઈને ચાહકોની ભીડ એકઠી થઈ ગઈ. શ્રીરામ નેને સાથે માધુરી દિક્ષિત પણ પહોંચી છે.


પૂર્વ BP CEO બોબ ડુડલી, BP CEO મુરે ઓચીનક્લોસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પીએમએસ પ્રસાદ પણ અનંત રાધિકાના લગ્ન પહેલાના કાર્યોમાં હાજરી આપવા માટે જામનગર પહોંચ્યા છે. આ ઉપરાંત ડીએલએફના અધ્યક્ષ કેપી સિંહ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે.