મુઝફ્ફરપુરઃ બિહારના મુઝફ્ફપુરમાં શનિવારે પાણી ભરેલા ખાડામાંથી એક જ પરિવારની બે યુવતીના શબ મળતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. અહિયાપુર પોલીસ સ્ટેશનના ઝપહા ગામની આ ઘટના છે. મળતી માહિતી પ્રમાણે મૃતક બંને યુવતીઓ ફોઈ અને ભત્રીજી છે. ઘટનાની જાણ થયાં બાદ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી.
બે દિવસથી ગાયબ હતી યુવતીએ
મૃતકના પિતાએ જણાવ્યું કે તેમની પુત્રી અને પૌત્રી બે દિવસથી ગાયબ હતા. પરિવારજનો તેમને શોધી રહ્યા હતા પરંતુ આજે અચાનક કેટલાક લોકોએ તેમના ઘરની નજીક પાણી ભરેલા ખાડામાં બે યુવતિઓની લાશ પડી હોવાનું જણાવ્યું હતું. જ્યાં જઈને તપાસ કરતાં બંને લાશે બે દિવસ પહેલા ગુમ થયેલી તેમની દીકરી અને પૌત્રીની હોવાનું માલુમ પડ્યું હતું.
પરિવારજનોએ કહી આ વાત
મૃતકના પિતાએ આ મામલે હત્યાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યો કે છોકરીઓ સાથે ગેરવર્તણુક બાદ હત્યા કરી દેવામાં આવી છે. ઘટનાની ગંભીરતા જોતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
મામલાની તપાસ કરી રહી છે પોલીસ
મામલાની તપાસ કરી રહેલા સિટી એસપી રાજેશ કુમારે જણાવ્યું કે સંબંધમાં ફોઈ અને ભત્રીજી થતી મૃતકો ઈંટરની વિદ્યાર્થી હતી. બંને બે દિવસથી ઘરેથી ગાયબ હતી. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
મુઝફ્ફરપુરમાં એક જ પરિવારની બે યુવતીઓના પાણી ભરેલા ખાડામાંથી મળ્યા શબ, પરિવારજનોએ લગાવ્યો આ આરોપ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Oct 2020 05:49 PM (IST)
મળતી માહિતી પ્રમાણે મૃતક બંને યુવતીઓ ફોઈ અને ભત્રીજી છે. ઘટનાની જાણ થયાં બાદ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -