Vida V1 Electric Scooter: ઘણી બ્રાન્ડ્સ દેશમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર વેચે છે. તેમાં ઇલેક્ટ્રિક સ્કૂટર્સનો સેગમેન્ટ સૌથી લોકપ્રિય છે. થોડા મહિના પહેલા જ Hero MotoCorpએ તેનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર Vida V1 દેશમાં લોન્ચ કર્યું હતું. હવે કંપનીએ આ સ્કૂટરની ડિલિવરી શરૂ કરી દીધી છે. આ સ્કૂટરનું બુકિંગ કંપનીની વેબસાઇટ પર કરી શકાય છે, જેના માટે ગ્રાહકોએ 2499 રૂપિયાની ટોકન રકમ જમા કરાવવાની રહેશે.


પાવરટ્રેન


Hero Vida V1 ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 3.94 kWh લિથિયમ-આયન બેટરી પેક મળે છે. તેમાં ઇલેક્ટ્રિક મોટર છે જે 6000Wનો પાવર જનરેટ કરે છે. સામાન્ય ચાર્જરથી આ સ્કૂટરની બેટરીને સંપૂર્ણ ચાર્જ કરવામાં 5 કલાક 55 મિનિટ અને ઝડપી ચાર્જરથી 0 થી 80 ટકા સુધી ચાર્જ થવામાં 65 મિનિટનો સમય લાગે છે. આ સ્કૂટરની રેન્જ 165 કિલોમીટર પ્રતિ ચાર્જ છે અને તેની ટોપ સ્પીડ 80 કિલોમીટર પ્રતિ કલાક છે.


ફિચર્સ


Hero Vida V1 ફિચર્સ માટે બ્લૂટૂથ, મ્યુઝિક કંટ્રોલ, વાઇફાઇ, ચાર્જિંગ પોઈન્ટ, ફાસ્ટ ચાર્જિંગ, જીઓ ફેન્સિંગ, OTA, ક્રૂઝ કંટ્રોલ, LED ટેલ લાઈટ, પાર્કિંગ આસિસ્ટન્સ, થ્રી રાઈડિંગ મોડ્સ, ટ્રેક માય બાઇક, ઈમરજન્સી એલર્ટ, ડિજિટલ ટ્રિપ મીટર, રિમોટ સ્ટાર્ટ , પુશ બટન સ્ટાર્ટ, 2 બેટરી, ડોક્યુમેન્ટ સ્ટોરેજ, એસઓએસ એલર્ટ, ડિજિટલ સ્પીડોમીટર, બ્લૂટૂથ, યુએસબી ચાર્જિંગ પોઈન્ટ, નેવિગેશન, કોલ, એસએમએસ એલર્ટ, એન્ટી થેફ્ટ એલાર્મ, ડિજિટલ ઓડોમીટર, ફોલો મી હેડ લેમ્પ, રોડ સાઇડ આસિસ્ટન્સ, ફ્રન્ટ ફ્રન્ટ વ્હીલ ડિસ્ક બ્રેક અને પાછળના વ્હીલમાં ડ્રમ બ્રેક અને કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ છે.


જાણો Hero Vida V1ની કિંમત?


દેશમાં Hero Vida V1 ઇલેક્ટ્રિક સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત દિલ્હીમાં રૂ. 1.28 લાખથી રૂ. 1.39 લાખની વચ્ચે છે.


Ather 450X Gen 3 સાથે થશે કોમ્પિટિશન 


Ather 450X Gen 3 ઇલેક્ટ્રિક સ્કૂટર રૂ. 1,32,058ની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે. તે 2 વેરિઅન્ટ અને 3 રંગોમાં આવે છે, તેમાં 3300 W પાવરની ઇલેક્ટ્રિક મોટર છે. તે 108 કિમીની રેન્જ મેળવે છે જ્યારે તેની ટોપ સ્પીડ 80 કિમી પ્રતિ કલાક છે. 


EV Scooters: તમારી પહેલી પસંદ બની શકે છે આ પાંચ ઇલેક્ટ્રિક સ્કૂટર, બજેટમાં રેન્જ છે બેસ્ટ


જો તમે અત્યારે એક સારુ અને તમારા બજેટમા ફિટ બેસે તેવુ એક ઇલેક્ટ્રિક સ્કૂટર વસાવવાનુ વિચારી રહ્યાં છો, તો તમને ઘણાબધા ઓપ્શન મળી રહેશે. પરંતુ અમે આજે તમને એવા પાંચ ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે તમને કિંમત પ્રમાણે સારા ફિચર્સ પણ આપી રહ્યાં છે. જુઓ લિસ્ટ......... 


બાઉન્સ ઇન્ફિનિટી E1 -


બાઉન્સ ઇન્ફિનિટી E1 ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 2 kWh 48V 39 Ah ની રિમૂવેબલ બેટરી છે. આની શરૂઆતી કિંમત 79,999 છે. આની ટૉપ સ્પીડ 65 kmph છે. સિંગલ ચાર્જ પર આની પાવર રેન્જ 85 km સુધીની છે. 


Car loan Information:

Calculate Car Loan EMI