Electric scooter: પેટ્રોલના વધતા ભાવ વચ્ચે ઇલેક્ટ્રિક સ્કૂટર હવે સામાન્ય લોકોની પહેલી પસંદ બની રહ્યા છે. પરંતુ જ્યારે પણ કોઈ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારે છે, ત્યારે સૌથી પહેલો સવાલ એ જ થાય છે કે સિંગલ ચાર્જમાં તે કેટલું દૂર ચાલશે. એટલે કે રેન્જ ગ્રાહકો માટે સૌથી મોટો ફેક્ટર બની ચૂક્યો છે. માર્કેટમાં આ સમયે ઘણી કંપનીઓ લાંબી રેન્જ આપતા સ્કૂટર રજૂ કરી રહી છે. ચાલો જાણીએ કે હાલમાં સૌથી વધુ રેન્જ આપતું ઇલેક્ટ્રિક સ્કૂટર કયું છે અને તેની કિંમત કેટલી છે.

Continues below advertisement

 

Continues below advertisement

આ છે ભારતની સૌથી વધુ રેન્જ આપતી ઇલેક્ટ્રિક સ્કૂટર

ભારતીય માર્કેટમાં આ સમયે સૌથી લાંબી રેન્જ આપવાનો દાવો Simple Energy કંપનીની Simple One ઇલેક્ટ્રિક સ્કૂટરના નામે છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટર એક વાર ફૂલ ચાર્જ થવા પર 265 km સુધીનું અંતર કાપી શકે છે. આટલી લાંબી રેન્જ હોવાને કારણે તે એવા લોકો માટે સૌથી બેસ્ટ ઓપ્શન બની જાય છે, જેમને રોજ લાંબા અંતરની સફર કરવી પડે છે. જોકે,  ટ્રાફિક અને રોડ સ્થિતિ મુજબ પણ તે આસાનીથી લગભગ 190 થી 200 km નું અંતર કાપી લે છે.

આ પણ વાંચો...Hyundai suv: Venue કરતા મોટી, Creta થી સસ્તી, Hyundai લોન્ચ કરશે નવી બજેટ SUV

કેટલી છે તેની કિંમત?

લાંબી રેન્જ અને પ્રીમિયમ ફીચર્સ હોવાના કારણે તેની કિંમત સામાન્ય બજેટ સ્કૂટર્સ કરતાં થોડી વધારે છે. ભારતીય માર્કેટમાં Simple One ઇલેક્ટ્રિક સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત લગભગ 1.95 લાખ રૂપિયા છે. અલગ-અલગ રાજ્યોમાં મળતી સબસીડી અને RTO ચાર્જ મુજબ તેની ઓન-રોડ કિંમતમાં થોડો ફેરફાર થઈ શકે છે.

આ સ્કૂટરમાં શું છે ખાસ?

સિમ્પલ વન સ્કૂટરની સૌથી મોટી તાકાત તેની બેટરી ટેકનોલોજી છે. તેમાં કંપનીએ બે બેટરીઓનો ઉપયોગ કર્યો છે, એક ફિક્સ્ડ જે સ્કૂટરની અંદર જ રહે છે અને બીજી રિમૂવેબલ જેને તમે બહાર કાઢીને ઘર કે ઓફિસમાં ચાર્જ કરી શકો છો.

તેમાં કુલ 5 kWh ની ક્ષમતા વાળો મોટો બેટરી પેક મળે છે. સાથે જ તે માત્ર 2.77 સેકન્ડમાં 0 થી 40 km/h ની સ્પીડ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ 105 km/h છે. તેમાં 7-inch નો ડિજિટલ ટચસ્ક્રીન ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યો છે, જેમાં નેવિગેશન, બ્લૂટૂથ કનેક્ટિવિટી અને કોલ એલર્ટ જેવા ફીચર્સ મળે છે.

રેસમાં આ બે સ્કૂટર્સ પણ પાછળ નથી

  1. Ola S1 Z / S1 Pro: તાજેતરના ડેટા મુજબ Ola S1 Z અને S1 Pro મોડેલ વેરિયન્ટ મુજબ એક વાર ચાર્જ કરવા પર 176 km થી લઈને 301 km સુધીની સર્ટિફાઈડ રેન્જ આપવાનો દાવો કરે છે. તેમની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત વેરિયન્ટ મુજબ લગભગ 80,000 રૂપિયાથી 1.25 લાખ રૂપિયા વચ્ચે છે.
  2. TVS iQube ST: ટીવીએસનું આ ભરોસાપાત્ર સ્કૂટર પણ લાંબી રેન્જ ઇચ્છતા લોકોની પસંદ છે. તેના ટોપ વેરિયન્ટ iQube ST માં 212 km ની રેન્જ મળે છે. તેની એક્સ-શોરૂમ કિંમત આશરે 1.75 લાખ રૂપિયા છે.

Car loan Information:

Calculate Car Loan EMI