Honda Activa 125 Premium Edition: એક્ટિવા ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે, તે ધ્યાનમાં રાખીને કંપની હંમેશા તેના ગ્રાહકો માટે કેટલાક નવા ફેરફારો સાથે સ્કૂટર ઓફર કરતી રહે છે. આ ક્રમમાં હોન્ડા મોટર્સે તેનું નવું એક્ટિવા પ્રીમિયમ એડિશન સ્કૂટર ભારતીય બજારમાં લોન્ચ કર્યું છે. આ નવા સ્કૂટરને ડ્યુઅલ ટોન કલર ઓપ્શન સાથે રજૂ કરવામાં આવ્યું છે.
ડ્યુઅલ ટોન કલર વિકલ્પ
Honda Activa 125 પ્રીમિયમ એડિશનને ડ્યુઅલ ટોન કલર વિકલ્પોમાં લોન્ચ કરવામાં આવી છે, જેમાં મેટ મેગ્નિફિસન્ટ કોપર મેટાલિક સાથે પર્લ અમેઝિંગ વ્હાઇટ અને મેટ અર્લ સિલ્વર મેટાલિક કલર ટોન સાથે મેટ સ્ટીલ બ્લેક મેટાલિકનો સમાવેશ થાય છે.
એન્જિન
એન્જિન વિશે વાત કરીએ તો, આ નવા સ્કૂટરમાં 124cc સિંગલ સિલિન્ડર ફ્યુઅલ ઇન્જેક્ટેડ એન્જિન છે, જે 8.26 hp પાવર અને 10.3 Nm પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે.
કિંમત
એક્ટિવા 125 પ્રીમિયમ એડિશનને બે વેરિઅન્ટમાં લૉન્ચ કરવામાં આવી છે, જેમાં ડ્રમ એલોય અને ડિસ્ક વેરિઅન્ટનો સમાવેશ થાય છે. બંને વેરિઅન્ટની કિંમત અલગ-અલગ છે. એક્ટિવા 125 પ્રીમિયમ એડિશન ડ્રમ એલોય વેરિઅન્ટની કિંમત 78,725 રૂપિયા (એક્સ-શોરૂમ) છે, જ્યારે હોન્ડા એક્ટિવા 125 પ્રીમિયમ એડિશન ડિસ્ક વેરિઅન્ટની કિંમત 82,280 રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે.
લોન્ચિંગ પ્રસંગે હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રા. લિ.ના મેનેજિંગ ડિરેક્ટર, પ્રેસિડેન્ટ અને સીઈઓ, આત્સુશી ઓગાટાએ જણાવ્યું હતું કે, "તેની શરૂઆતથી, બ્રાન્ડ એક્ટિવા સાચા આધુનિક ફેરફારો લાવી રહી છે. ઐતિહાસિક રીતે, એક્ટિવા પરિવારમાં દરેક નવા ઉમેરા સાથે, હોન્ડાએ ઉત્પાદનની ગુણવત્તા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરી છે. નવી એક્ટિવા 125 પ્રીમિયમ એડિશન ગ્રાહકોને આકર્ષવા માટે તૈયાર છે."
આ પણ વાંચોઃ Upcoming EVs: ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે 15 લાખથી ઓછી કિંમતના આ EVs
MG Motors EV: એમજીની નવી ઈલેક્ટ્રિક કાર આપશે Tata Nexon ને ટક્કર, જાણો કેટલી હોઈ શકે છે કિંમત
Car loan Information:
Calculate Car Loan EMI