iPhone Update: આઇફોન 14 પ્રૉ (iPhone 14 Pro)ના લૉન્ચિંગનો ઇન્તજાર લોકોને બેસબ્રીથી છે. આની રિલીઝ ડેટને લઇને મીડિયા પર સતત અટકળો લગાવવામાં આવી રહી છે. આના ફિચર્સ પર પણ ખુબ ચર્ચાઓ થઇ રહી છે. આ બધાની વચ્ચે રિપોર્ટ આવ્યા છે કે, એપલ પોતાના નવા આઇફોન મૉડલમાં કંઇક અલગ કરવાની છે, આઇફોનની ડિઝાઇનમાં મોટો ફેરફાર લઇને આવશે. આ ડિઝાઇન જુના મૉડલથી અલગ હશે.
રિપોર્ટ્સ અનુસાર, આઇફોન 14 પ્રૉમાં હવે નૉચ સ્ક્રીનની જગ્યાએ પંચ હૉલ ડિસ્પ્લે જોવા મળશે. જાણો શું છે ડિટેલ..........
એપલ માટે સેમસંગ કરી રહી છે કામ-
રિપોર્ટ્સ અનુસાર, એપલના નવા મૉડલમાં પંચ હૉલ સ્ક્રીન માટે સેમસંગને કામ કરવા માટે કહેવામાં આવ્યુ છે. સેમસંગે આ ડિસ્પ્લે પર કામ પણ શરુ કરી દીધુ છે. એવુ કહેવામાં આવી રહ્યું છે કે, OLED પેનલમાં પંચ હૉલ માટે લેસર કટિંગ કરવા માટે Philoptics અને Wonik IPS પાસેથી મશીન પણ મળી ગયુ છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, સેમસંગ IPhone 14ની ડિસ્પ્લે માટે HIAA (હૉલ-ઇન-એક્ટિવ-એરિયા) ટેકનિકનો ઉપયોગ કરી શકે છે. હવે એ જોવાનુ દિલચસ્પ હશે કે સેમસંગ કયા પ્રકારની ડિસ્પ્લે એપલને આપે છે. કેમ કે ખુદ સેમસંગ પોતાની ગેલેક્સી સીરીઝના S10માં આ ટેકનિકનો ઉપયોગ કરી રહ્યું છે.
કેવી હશે સ્ક્રીન-
રિપોર્ટ્સ અનુસાર, આવનારા નવા આઇફોન 14 પ્રૉમાં 6.7 ઇંચની સ્ક્રીન જોવા મળી શકે છે. જોકે આને લઇને કંપની તરફથી કોઇ પુષ્ટી નથી કરવામાં આવી.
આ પણ વાંચો
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 63 નવા કેસ, કોરોના સંક્રમણથી 3 લોકોના મોત
અનામત આંદોલનના પાટીદારોના કેસ પરત ખેંચવા માંગ, પાટીદાર સાંસદોએ મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત