Price Hike on Honda Amaze and City: પીટીઆઈના સમાચાર મુજબ હોન્ડા કાર્સ ઈન્ડિયાએ આજે ​​તેના વાહનોની કિંમતોમાં વધારાની માહિતી આપી છે.  જેનુ કારણે વધતી ઈનપુટ કોસ્ટ આપવામાં આવી છે.  તેની અસર ઘટાડવા માટે કંપની આવતા મહિનાથી તેના વાહનોની કિંમતો વધારવાની તૈયારી કરી રહી છે. કાર ઉત્પાદક હોન્ડા તેના બે મોડલ સ્થાનિક બજારમાં વેચે છે - હોન્ડા સિટી અને હોન્ડા અમેઝ.
 


કંપની વધતા ઈનપુટ ખર્ચ છતાં દબાણ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. હોન્ડા કાર્સ ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ (સેલ્સ અને માર્કેટિંગ) કુણાલ બહલે પીટીઆઈ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, વધતા ઈનપુટ ખર્ચની અસરને ઘટાડવા માટે અમે આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરથી અમારી હોન્ડા સિટી અને હોન્ડા અમેઝની કિંમતોમાં ફેરફાર કરવા જઈ રહ્યા છીએ. હાલમાં કંપની વાહનોની કિંમતમાં વધારો કરવા પર વિચાર કરી રહી છે.



હોન્ડા અમેઝ અને સિટીની કિંમત


કંપની હાલમાં તેની કોમ્પેક્ટ સેડાન Honda Amaze 7.05 લાખ એક્સ-શોરૂમની કિંમતે વેચે છે. તેની બીજી મધ્યમ કદની સેડાન કાર હોન્ડા સિટી રૂ. 11.57 લાખ એક્સ-શોરૂમના પ્રારંભિક ભાવે અને હોન્ડા સિટી સિટી E: HEV (હાઇબ્રિડ કાર) રૂ. 18.89 લાખ એક્સ-શોરૂમની પ્રારંભિક કિંમતે વેચે છે.


કઈ કાર સાથે સ્પર્ધા 


હોન્ડાની સેડાન કાર હોન્ડા સિટી અને હોન્ડા અમેઝ સ્થાનિક બજારમાં વેચાતી મારુતિ સુઝુકી ડિઝાયર અને હ્યુન્ડાઈ ઓરા જેવા વાહનો સાથે સ્પર્ધા કરે છે. 


મહિન્દ્રાની 'Thar Electric' થશે લૉન્ચ


મહિન્દ્રાએ આ ક્ષણે Thar.e વિશે બહુ વિગતો જાહેર કરી નથી, પરંતુ અમે અપેક્ષા રાખીએ છીએ કે તે વર્તમાન થાર કરતાં કેટલાય ફેરફારો સાથે પોતાની કોર ડિઝાઇન સાથે વધુ સારી સીરીઝ પણ ઓફર કરશે. આ બૉર્ન ઇલેક્ટ્રિક આર્કિટેક્ચર EV બનાવવા માટે વધુ સુગમતા, ડ્યૂઅલ મૉટર અને ઓલ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ અવેલેબલ હશે. આ એક કૉન્સેપ્ટ મૉડલ હશે, જેનું પ્રૉડક્શન મૉડલ પછીથી આવશે, કારણ કે મહિન્દ્રા પહેલા તેના નવા EV આર્કિટેક્ચર સાથે અન્ય EV લૉન્ચ કરશે.  આ નવી કોન્સેપ્ટ કાર બૉર્ન ઇલેક્ટ્રિક આર્કિટેક્ચર પર આધારિત છે અને તેને અલગ સ્ટાઇલ સ્ટેટમેન્ટ મળશે અને તે હાલની થારનું ઇલેક્ટ્રિક વર્ઝન નહીં હોય.          


 


Car loan Information:

Calculate Car Loan EMI