Honda Electric Car: વિશ્વભરની વિવિધ કાર નિર્માતા કંપનીઓના ઈવી સેગમેન્ટમાં પ્રવેશ્યા બાદ હવે જાપાનની લોકપ્રિય કાર બ્રાન્ડ હોન્ડા મોટર્સે પણ આ સેગમેન્ટમાં એન્ટ્રી મારી છે. કંપનીએ ગ્લોબલ ઈન્ટરનેશનલ માર્કેટમાં પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર રજૂ કરી છે. કંપનીએ આ SUVનું નામ Prologue નામ આપ્યું છે. હોન્ડાએ આ કાર જનરલ મોટર્સ સાથે મળીને બનાવી છે. આ કાર 2024થી ઉત્તર અમેરિકામાં પ્રથમવાર વેચાણ શરૂ થાય તેવી સંભાવના છે






કેવી છે આ SUV?


હોન્ડાએ આ નવી ઇલેક્ટ્રિક SUVને GMના Ultium પ્લેટફોર્મ પર બનાવી છે. Cadillac Lyriq, Chevrolet Blazer અને GMC Hummer જેવી કાર પણ આ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે.કંપનીએ આ કારની પાવરટ્રેન વિશે હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ તેને બ્લેઝર જેવી પાવરટ્રેન મળવાની અપેક્ષા છે, જે હાલમાં 510 કિમી સુધીની રેન્જ આપે છે. જેમાં 190kW બેટરી પેક સપોર્ટ કરે છે.


શું છે હોન્ડાની યોજના?


હોન્ડાએ જાહેરાત કરી છે કે કંપની વર્ષ 2025 સુધીમાં ડીઝલ કારનું ઉત્પાદન બંધ કરી દેશે. ઇલેક્ટ્રિક કારમાં 11.3-ઇંચની સેન્ટ્રલ ટચસ્ક્રીન અને 11-ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે છે. આ સાથે તેનું ઈન્ટિરિયર પણ ખૂબ જ લક્ઝુરિયસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે.


તે ભારત ક્યારે આવશે?


હોન્ડા ભારતીય બજાર માટે નવી SUV કાર તૈયાર કરી રહી છે. આ કાર સિટી સેડાન પર આધારિત હશે. હાલમાં કંપની ભારતમાં કોઈ SUV વેચતી નથી. ગ્લોબલ માર્કેટમાં રજૂ કરવામાં આવેલ પ્રોલોગ ભારતમાં ક્યારે આવશે તે અંગે કંપનીએ કોઈ માહિતી આપી નથી.


Surat: ‘ગુજરાતમાં આપની સરકાર એટલે હિન્દુ ધર્મ પરિવર્તનની 100 ટકા ગેરંટી’ લખેલા બેનર સાથે કર્યો વિરોધ, લગાવ્યા કેજરીવાલ મુર્દાબાદના નારા


Kejriwal Controversy: કેજરીવાલના કંસવાળા નિવેદન પર પાટીલે શું કર્યો વળતો પ્રહાર ?


Shahbaz Ahmed Maiden Wicket: ડેબ્યૂ મેચમાં વિકેટ લેતાં જ ખુશીથી ઝૂમી ઉઠ્યો Shahbaz Ahmed, જુઓ વીડિયો


Car loan Information:

Calculate Car Loan EMI