Electric Scooter Launch In India: હોન્ડાના ઇલેક્ટ્રિક સ્કૂટરની ભારતમાં લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. પરંતુ આ સ્કૂટરને લોન્ચ કરવામાં હજુ થોડો સમય લાગશે. કંપનીના સીઈઓ સુત્સુમુ ઓટાનીએ હવે કહ્યું છે કે હોન્ડાનું ઇલેક્ટ્રિક સ્કૂટર માર્ચ 2025માં લોન્ચ કરવામાં આવશે.   


હોન્ડા ઇલેક્ટ્રિક સ્કૂટર
થોડા મહિના પહેલા, માહિતી સામે આવી હતી કે હોન્ડાએ તેના કર્ણાટક પ્લાન્ટમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ માટે ખાસ ઉત્પાદન લાઇન સેટ કરી છે. હોન્ડાના ઈ-સ્કૂટરનું ઉત્પાદન ડિસેમ્બર 2024માં શરૂ થશે અને તેનું લોન્ચિંગ માર્ચ 2025માં થશે. હોન્ડાના આ ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ સ્કૂટરને એક્ટિવા ઇલેક્ટ્રિક તરીકે ઓળખવામાં આવે છે. આ ઈલેક્ટ્રિક સ્કૂટરના લોન્ચ સાથે હોન્ડા એક્ટિવાના વિશાળ માર્કેટ શેર પર તેની અસર પડી શકે છે.      




આ સ્કૂટરની પાવરટ્રેન અને બેટરીના વિકલ્પો
હોન્ડા ઇલેક્ટ્રિક સ્કૂટરની પાવરટ્રેન વિશે કોઈ માહિતી સામે આવી નથી. તાજેતરમાં, ભારતીય બજારમાં ઉપલબ્ધ ઇલેક્ટ્રિક સ્કૂટર્સમાં, ફક્ત Vida V1 duo જ દૂર કરી શકાય તેવી બેટરી સાથે આવે છે, જ્યારે બાકીના ભારતીય ઇ-સ્કૂટર્સ ફિક્સ્ડ બેટરી પેક સાથે આવે છે. તેના ઈલેક્ટ્રિક સ્કૂટરના લોંચ પહેલા જ, હોન્ડાએ પસંદગીના મેટ્રો શહેરોમાં બેટરી-સ્વેપિંગ સ્ટેશનોનું નાનું નેટવર્ક સ્થાપિત કર્યું છે. હવે જોવાનું એ રહે છે કે હોન્ડા તેના ઈ-સ્કૂટરને કયા પ્રકારના બેટરી પેક સાથે માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે.               


ગયા વર્ષે હોન્ડાએ ભારત માટે બે ઇલેક્ટ્રિક સ્કૂટર પર કામ કરવાની જાણ કરી હતી. એક ફિક્સ્ડ બેટરી પેક સાથે અને બીજી બદલી શકાય તેવી બેટરી સાથે. પરંતુ હોન્ડાએ એ નથી જણાવ્યું કે કયું વેરિઅન્ટ સૌથી પહેલા માર્કેટમાં આવશે.             


હોન્ડા એક્ટિવા 
Honda Activa માત્ર આ બ્રાન્ડનું જ નહીં પરંતુ સમગ્ર દેશમાં વેચાતા સૌથી લોકપ્રિય સ્કૂટરમાંથી એક છે. કંપનીની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર હોન્ડા એક્ટિવાના 30 મિલિયનથી વધુ યુનિટ્સ વેચાઈ ચૂક્યા છે.               


આ પણ વાંચો : EVs દ્વારા ભારતમાં કઈ રીતે મળશે 5 કરોડ નોકરીઓ? પીએમ મોદી સમક્ષ ગડકરીએ જણાવ્યો મોટો પ્લાન


Car loan Information:

Calculate Car Loan EMI