નવી દિલ્હી: હોન્ડા ટૂ વ્હીલર્સ ઈન્ડિયાએ ભારતમાં પોતાની સ્પોર્ટી બાઈક X-Bladeને હવે BS6 એન્જીન સાથે લોન્ચ કરી દીધી છે. BS6 એન્જીન સાથે તેમાં ફ્યૂલ ઈજેક્શન સિસ્ટમને પણ સામેલ કરી છે, સાથે જ ABSની સુવિધા પણ મળશે. જાણો શું છે ખાસ.
હોન્ડાની નવી X-Blade ની કિંમત 1,05,325 લાખ રૂપિયા ( એક્સ શોરૂમ) છે. જેમાં ચાર કલર વેરિએન્ટ્સ છે. Pearl Spartan Red, Pearl Igneous Black, Matte Axis Grey Metallic અને Matte Marvel Blue Metallic સામેલ છે.


નવી X-Bladeમાં 160cc નું BS6 એન્જીન આપવામાં આવ્યું છે, જે ફ્યૂલ ઈજેક્શન સાથે આવે છે. કંપનીએ આ બાઈકના એન્જી પાવર અને ટોર્ક વિશે વધુ જાણકારી આપી નથી. સેફ્ટી માટે તેમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમની સુવિધા છે. આ બાઈક બે વેરિએન્ટ સિંગલ ડિસ્ક અને ડબલ ડિસ્ક વેરિએન્ટમાં ઉપલબ્ધ છે.

નવી X-Bladeની ડિઝાઈ જૂના BS4 મોડલ જેવી જ છે. જો કે તેમાં હવે નવા ગ્રાફિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે સિવાય સ્વિચ ક્લસ્ટર સાથે એન્જીન સ્ટાર્ટ/સ્ટોપ બટનની સુવિધા આપી છે. X-Blade B6નો સીધો મુકાબલો TVS Apache RTR 160 4V સાથે થશે.


Car loan Information:

Calculate Car Loan EMI