ગાંધીનગરઃ રાજ્યમાં ટૂ વ્હીલર (two wheeler) અને ફૉર વ્હીલર (four wheeler) ચાલકોની સંખ્યા સતત વધી રહી છે. આ માટે સરકાર પણ સમયાંતરે આ અંગેના નિયમોમાં ફેરફાર કરતી રહે છે. હવે આ બધાની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ફૉર વ્હીલર-ટુ વ્હીલરના માલિકો ખરાબ સમાચાર છે, કેમકે રૂપાણી સરકારે HSRP લગાવવાની રેટમાં વધારો ઝીંકી દીધો છે. સરકારે જૂના-નવા (Gujarat HSRP) વાહનોની હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (એચએસઆરપી)માં (HSRP) રૂ. 20થી 60 સુધીનો ભાવ વધારો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2012થી HSRPનો અમલ થયો છે, અને આમાં અત્યાર સુધીમાં (HSRP) બે વાર ભાવવધારો કરાયો છે. આ વધેલા ભાવ પહેલી એપ્રિલથી અમલમાં આવ્યા છે. એચએસઆરપી (HSRP rate) ફિટ કરાવનાર વાહનોની નંબર પ્લેટમાંથી બ્લેક ફિલ્મ દૂર થઈ જવાની વારંવાર ફરિયાદો ઊઠી છે. આમ છતાં હજી સુધી ક્વોલિટીમાં સુધારો કરાયો નથી.
તૂટી ગયેલી એચએસઆરપી (HSRP price increased) બદલવા માટે ટુ વ્હીલરના (two wheeler HSRP) રૂ.70, રિક્ષાના રૂ.80, કારના રૂ. 220 અને હેવી વાહનોના (four wheeler HSRP) રૂ. 230 ભાવ ઉપરાંત ટેક્સ સહિતના ચાર્જ ચૂકવવાના રહેશે. હાલ વાહન ડીલર્સ દ્વારા ટુ વ્હીલર અને થ્રી વ્હીલરમાં 89, કાર 150 તેમજ હેવી મોટરમાં રૂપિયા 150 સર્વિસ ચાર્જ વસૂલાય છે.
જૂના-નવા ભાવ
વાહન | જૂનો ભાવ | નવો ભાવ |
ટુ વ્હીલર | 140 | 160 |
થ્રી વ્હીલર | 180 | 200 |
કાર | 400 | 460 |
હેવી વ્હીકલ | 420 | 480 |
એપ્રિલ 2021માં ભારતમાં લૉન્ચ થઇ રહી છે આ 5 દમદાર એસયુવી કાર
એપ્રિલમાં એક બે નહીં પરંતુ છ કારો એવી છે જે લેટેસ્ટ ફિચર્સ સાથે માર્કેટમાં આવી રહી છે. ખાસ વાત છે કે આ કારો એસયુવી (SUV) છે. જાણો એપ્રિલમાં કઇ કઇ સ્પેશ્યલ કાર (April 2021 SUV) લૉન્ચ થવાની છે. જેમાં Hyundai Alcazar, Citroen C5 Aircross, Volkswagen Tiguan Facelift, 2021 Skoda Kodiaq, 2021 Kia Seltos કાર સામેલ છે.
Car loan Information:
Calculate Car Loan EMI