Upcoming SUV Car in India: ભારતમાં છેલ્લા કેટલાક સમયથી SUVની માંગ ઝડપથી વધી રહી છે. વર્ષ 2024માં ભારતમાં વેચાયેલી તમામ કારમાંથી 52 ટકા SUV હતી. આવતા મહિને ભારતમાં બે મોટી કંપનીઓ હ્યુન્ડાઈ ઈન્ડિયા અને ટાટા મોટર્સ તેમની નવી મિડ-સાઈઝ SUV લોન્ચ કરવા જઈ રહી છે.


જો તમે પણ નવી SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે થોડી રાહ જોવી પડશે. Hyundai Alcazar ફેસલિફ્ટ ભારતીય બજારમાં 9 સપ્ટેમ્બરે અને ટાટા કર્વ 2 સપ્ટેમ્બરે આવશે. ચાલો જાણીએ આ બે એસયુવીના સંભવિત ફીચર્સ, પાવરટ્રેન અને કિંમત વિશે.


હ્યુન્ડાઈ અલ્કાઝાર ફેસલિફ્ટ
Cretaની જબરદસ્ત સફળતા પછી, Hyundaiએ હવે તેની લોકપ્રિય SUV Alcazarનું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કરવાની યોજના બનાવી છે. આ નવા મોડલમાં કંપનીએ લેવલ-2 ADAS ટેક્નોલોજી અને 70 થી વધુ કનેક્ટેડ ફીચર્સ ઉમેર્યા છે. આ નવી Hyundai Alcazar ફેસલિફ્ટ ભારતીય બજારમાં 9 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે.


આ વાહનમાં 1.5-લિટર પેટ્રોલ એન્જિન હશે, જે 160bhpનો પાવર અને 253Nmનો ટોર્ક આપશે. આ સાથે, તેમાં 1.5-લિટર ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ હશે, જે 116bhp પાવર અને 250Nm ટોર્ક જનરેટ કરશે.


ટાટા કર્વેવ
ટાટા કર્વનું ICE (ઇન્ટરનલ કમ્બશન એન્જિન) વર્ઝન ભારતમાં 3 સપ્ટેમ્બરે લોન્ચ થવા જઈ રહ્યું છે. અગાઉ, ટાટાએ આ મોડલનું ઇલેક્ટ્રિક વેરિઅન્ટ મે મહિનામાં ભારતમાં લોન્ચ કર્યું હતું. ટાટા કર્વમાં ત્રણ એન્જિન વિકલ્પો ઉપલબ્ધ હશે. જેમાં 1.2-લિટર પેટ્રોલ એન્જિન, 1.2-લિટર GDI પેટ્રોલ એન્જિન અને 1.5-લિટર ડીઝલ એન્જિનનો સમાવેશ થાય છે.            


કારની વિશેષતાઓમાં મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વાયરલેસ ચાર્જિંગ અને વાયરલેસ સ્માર્ટફોન કનેક્ટિવિટી જેવી ટેક્નોલોજીનો સમાવેશ થશે. આ સિવાય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ SUVમાં ADAS ટેક્નોલોજી મળવાની પણ શક્યતા છે.


આમ આ બંને SUV આવતા મહિને ભારતીય બજારમાં પ્રવેશ કરવા જઈ અરહી છે, જો તમે પણ એક નવી SUV ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો તમારું બજેટ તૈયાર રાખો કેમ કે આ બંને નવી SUV તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થશે. ભારતમાં છેલ્લા કેટલાક સમયથી SUVની માંગ ઝડપથી વધી રહી છે. વર્ષ 2024માં ભારતમાં વેચાયેલી તમામ કારમાંથી 52 ટકા SUV હતી.


Car loan Information:

Calculate Car Loan EMI