Morbi Rain: ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 244 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ ખેરગામમાં 16 ઇંચ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો સામે આવ્યો છે. મોરબીમાં એક ટ્રેક્ટર કૉઝવેમાં તણાયુ હોવાની ઘટના સામે આવી છે, માહિતી પ્રમાણે આ ટ્રેક્ટરમાં 17 લોકો સવાર હતા અને 17 લોકોને લઇને જઇ રહેલું ટ્રેક્ટર અચાનક કૉઝવેમાં તણાઇ ગયુ હતુ, જોકે, શોધખોળ બાદ 10 લોકોનો બચાવ થયો હતો જ્યારે 7 લોકો હજુ પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે.  


ઘટનાની વિગતો એવી છે કે, મોરબીમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જેને લઇને નદી-નાળા છલકાઇ ગયા છે. ગઇકાલે મોરબીના ઢવાણા નજીક એક કૉઝવેમાં 17 મુસાફરોને લઇને જઇ રહેલું એક ટ્રેક્ટર અચાનક કૉઝવેના પાણીમાં ફસાઇ ગયુ હતુ, આ પછી પાણીનો વેગ વધતા ટ્રેક્ટર તણાયુ હતુ, બૂમાબૂમ થતાં લોકોએ NDRF અને SDRFની ટીમો બોલાવી હતી, બન્ને ટીમોએ આખી રાત આ 17 લોકોની શોધખોળ કરી હતી જોકે આ ઘટનામાં 10 લોકોને સહીસલામત રીતે બચાવ થયો હતો અને 7 લોકો હજુ પણ લાપતા છે.


આ સમગ્ર ઘટના અંગે કલેકટર કે.બી. ઝવેરી સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, ઢવાણા ગામ પાસે નદીના પાણીમાં જે ટ્રેક્ટર તણાયું હતુ, તેમાં કુલ મળીને ૧૭ વ્યક્તિઓ બેઠેલા હતા. જે પૈકીના 4વ્યક્તિઓને જે તે સમયે જ બચાવીને બહાર કાઢી લેવામાં આવ્યા હતા, અને એક મહિલા સહિત બે વ્યક્તિ પાણીમાં તણાયેલા હતા, જેને રેસ્ક્યૂ કરીને બચાવ્યા છે અને કેટલાક લોકો નદીના બીજા છેડે બહાર જાતે આવી ગયા હતા, આ ઘટનામાં કુલ ૧૦ લોકોને બચાવી લેવામા આવ્યા છે. જે લાપતા છે તેને શોધવા માટેની કામગીરી રાતે પણ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા ચાલુ રાખવામાં આવેલી છે. વધુમાં કલેકટર જણાવ્યું હતું કે, ગામના જ રહેવાસીઓ તેમજ અહીંયા મજૂરી કામ કરવા માટે આવેલા આદિવાસી પરિવારના લોકો ટ્રેક્ટરમાં બેસીને જુના ઢવાણાથી નવા ઢવાણા ગામ તરફ જવાના રસ્તા ઉપર ટ્રેક્ટરમાં જઈ રહ્યાં હતા ત્યારે આ દૂર્ઘટના બનેલી છે અને સરકાર તરફથી તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવી રહી છે.


આ પણ વાંચો


Rain: તાપી નદીએ ધારણ કર્યુ રૌદ્ર સ્વરૂપ, જળસ્તર વધતાં તંત્રએ કાંઠા વિસ્તારને કર્યું બેરિકેડ, ઓવારા કિનારે પોલીસ તૈનાત