Car loan Information:
Calculate Car Loan EMIલોકડાઉનમાં Hyundai Creta નું બુકિંગ 20 હજારને પાર, જાણો શું છે તેની ખાસિયત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 May 2020 12:22 PM (IST)
કંપનીના જણાવ્યા મુજબ, લોકડાઉનમાં ટોટલ બુકિંગના કુલ 75 ટકા માત્ર ક્રેટાનું છે. એટલું જ નહીં બુકિંગ શરૂ થયાના પ્રથમ સપ્તાહમાં જ ક્રેટાએ 10 હજાર યૂનિટનો આંકડો પાર કરી દીધો હતો.
નવી દિલ્હીઃ હાલ કોરોના વાયરસને લઈ દેશમાં લોકડાઉન લાગુ છે. લોકડાઉન દરમિયાન એપ્રિલ મહિનામાં એક પણ કાર નહોતી વેચાઈ તેમ છતાં હ્યુન્ડાઈની લોકપ્રિય કાર ક્રેટાનું ધૂમ બુકિંગ થઈ રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે નવી ક્રેટાનું બુકિંગ હાલ 20,000ને પાર કરી ગયું છે. હ્યુન્ડાઈએ આ એસયુવીને માર્ચ મહિનામાં લોન્ચ કરી હતી અને લોન્ચ પહેલા જ તેનું 14 હજાર પ્રી બુકિંગ થઈ ચુક્યું હતું. કંપનીના કુલ બુકિંગમાં 75 ટકા હિસ્સો ક્રેટાનો કંપનીના જણાવ્યા મુજબ, લોકડાઉનમાં ટોટલ બુકિંગના કુલ 75 ટકા માત્ર ક્રેટાનું છે. એટલું જ નહીં બુકિંગ શરૂ થયાના પ્રથમ સપ્તાહમાં જ ક્રેટાએ 10 હજાર યૂનિટનો આંકડો પાર કરી દીધો હતો. ગ્રાહકો માટે કંપનીએ તેનું બુકિંગ 2 માર્ચથી શરૂ કર્યુ હતું. હાલ 25,000 રૂપિયા ભરીને બુક કરાવી શકાય છે. કિંમત હ્યુન્ડાઈની નવી ક્રેટા પેટ્રોલ અને ડીઝલ એમ બે એન્જિનમાં આવે છે. જેમાં 5 વેરિયન્ટ E, EX, S, SX અને SX (O) સામેલ છે. નવી ક્રેટાની કિંમત 9.99 લાખ રૂપિયાથી લઈને 17.20 લાખ રૂપિયા છે. હ્યુન્ડાઈએ ક્રેટાને 10 કલર્સ ઓપ્શનમાં ઉતારી છે. ત્રણ એન્જિન ઓપ્શન હ્યુન્ડાઈએ નવી ક્રેટાને ત્રણ એન્જિન ઓપ્શનમાં ઉતારી છે. નવી ક્રેટા ત્રણ ડ્રાઇવ મોડ્સ Eco, Comfort & Sportમાં મળશે. ડિઝાઈન નવી ક્રેટાની ડિઝાઈન જૂના મોડલની તુલનામાં ઘણી અલગ છે. પરંતુ તે આકર્ષિત નથી કરી રહી. આ ડિઝાઈનમાં કંપનીની વેન્યુની ઝલક નજરે પડે છે. ઉપરાંત ઈન્ટીરિયર પણ સાધારણ નજરે પડે છે. પરંતુ નવી ક્રેટામાં ઘણા ફીચર્સ મળશે. સામાન રાખવા માટે સ્પેસ વધારે આપવામાં આવી છે એટલું જ નહીં સેફ્ટી ફીચર્સનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.