સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ડોક્ટર્સ, પોલીસ અધિકારી સહિતના લોકો રાત-દિવસ પોતાની ફરજ નિભાવીને કોરોના સામે લડી રહ્યાં છે. જેને લઈને કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે ત્યારે આજે કોરોના વોરિયર્સ માટે ઈન્ડિયન એરફોર્સ અને હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવશે.
આજે ગાંધીનગર અને અમદાવાદની હોસ્પિટલ પર કોરોના વોરિયર્સ માટે ઈન્ડિયન એરફોર્સ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવશે. એરફોર્સનાં MI-17 V5 બે હેલિકોપ્ટર દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને બીજે મેડિકલ કોલેજનાં કેમ્પસ પર સવારે 10:05 વાગે પુષ્પવર્ષા કરશે.
10.55 વાગ્યે તેજ બે MI-17 V5 હેલિકોપ્ટર ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પર પુષ્પવર્ષા કરશે. 11.25 વાગ્યા એરફોર્સનાં SU-30 નામના ત્રણ ફાઈટર પ્લેન ગાંધીનગર વિધાનસભા ઉપરથી પસાર થશે. આ ઉપરાંત 11.30 વાગ્યા એરફોર્સનાં SU-30 નામના ત્રણ ફાઈટર પ્લેન અમદાવાદનાં મોટાભાગના વિસ્તારો ઉપરથી પસાર થશે.
ગુજરાતમાં આ બે જગ્યાએ કોરોના વોરિયર્સ પર આકાશમાંથી કરાશે પુષ્પવર્ષા, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 May 2020 09:32 AM (IST)
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ડોક્ટર્સ, પોલીસ અધિકારી સહિતના લોકો રાત-દિવસ પોતાની ફરજ નિભાવીને કોરોના સામે લડી રહ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -