હ્યુંડાઈ એક્સ્ટર ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. આ કાર વર્તમાનમાં સૌથી વધુ વેચાતી ટાટાની પંચને ટક્કર આપશે. ટાટા મોટર્સ માટે પંચ ભારતમાં સૌથી વધુ વેચાતી કાર પૈકીની એક છે અને નાની SUVમા પણ તે સૌથી વધુ વેચાતી કાર છે. હવે એક્સ્ટર આવવા સાથે ચાલો જોઈએ કે બંને કારની કિંમત અને  ફિચર્સ વિશે. 



ડાયમેન્શન 


એક્સ્ટરની લંબાઈ 3815mm છે જ્યારે પંચની લંબાઈ 3827mm છે. પહોળાઈ મુજબ એક્સ્ટરની પહોળાઈ પંચની 1710mm જ્યારે પંચની 1742mm છે. એક્સ્ટરની બૂટ સ્પેસ 391 લિટર છે જ્યારે પંચની બુટ સ્પેસ 366 લિટર છે. પંચનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 187mm છે જ્યારે  એક્સ્ટરનું 185mm છે.


કિંમત


એક્સ્ટર બેઝ પેટ્રોલ મેન્યુઅલ મોડલ  5.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ટોપ-એન્ડ પેટ્રોલ મેન્યુઅલ રૂ. 9.3 લાખમાં આવે છે. આ દરમિયાન AMT સાથે એક્સ્ટર રૂ 8 લાખથી શરૂ થાય છે જ્યારે ટોપ મોડલ રૂ 10 લાખ  સુધી જાય છે. તેનું  CNG મોડલ પણ  8.2 લાખની કિંમતનું છે. આ દરમિયાન મેન્યુઅલ પેટ્રોલ મોડલ પંચ રૂ. 6 લાખથી શરૂ થાય છે જ્યારે AMT રેન્જ 7.5 લાખથી શરૂ થાય છે. ટોપ પંચ મોડલ AMTની કિંમત રૂ. 9.5 લાખ છે. 





એન્જિન અને પાવર


બંને કારને માત્ર 1.2l પેટ્રોલ મળે છે, જોકે  એક્સ્ટરના 4 ની સરખામણીમાં  પંચમાં 3 સિલિન્ડર એન્જિન છે. પંચનો  પાવર આઉટપુટ 86bhp/113Nm છે જ્યારે  એક્સટરનો પાવર આઉટપુટ  83bhp/114Nm છે. બંને કારમાં 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક છે. માઇલેજ મુજબ એક્સ્ટર MT/AMT માટે 19.4/19.2 kmpl જ્યારે પંચ 18.97 kmpl અને 20.09 kmpl માઈલેજ આપે છે.





શું છે ખાસિયત   


પંચમાં 7-ઇંચની ટચસ્ક્રીન, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે કનેક્ટિવિટી, એક રીઅર-વ્યૂ કેમેરા, 15-ઇંચ વ્હીલ્સ, પાર્ટ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ફોલો-મી-હોમ હેડલેમ્પ્સ, ક્રૂઝ કંટ્રોલ અને ડ્યુઅલ એરબેગ્સ છે. આ દરમિયાન એક્સ્ટરમાં 8-ઇંચની ટચસ્ક્રીન, એક રિયર કૅમેરો, 15-ઇંચ વ્હીલ્સ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 6 એરબેગ્સ ઉપરાંત વૉઇસ કમાન્ડ એક્ટિવેશન સાથે સનરૂફ, ડેશકેમ, વાયરલેસ ચાર્જિંગ અને AMT પેડલ શિફ્ટર્સ જેવી નવી સુવિધાઓ પણ છે. 


Hyundaiએ  Exter લોન્ચ કરી છે, જે CNG વર્ઝનમાં પણ ઉપલબ્ધ છે. તેની સાથે સ્પર્ધા કરવા માટે ટાટા મોટર્સ ટૂંક સમયમાં પંચ iCNG લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. અહેવાલો અનુસાર, ટાટા મોટર્સે પંચ iCNGનું ઉત્પાદન શરૂ કરી દીધું છે, જે આ વર્ષની શરૂઆતમાં ઓટો એક્સપોમાં કંપની દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. 


Car loan Information:

Calculate Car Loan EMI