રોહિત શર્માની આગેવાનીમાં મુંબઈ ઇન્ડિયન્સ પાંચવી વખત આઈપીએલ વિજેતા બનાવમાં સફળ રહી છે. રોહિત શર્માની સફળતાને જોઈને લિમિટેડ ઓવર્સ માટે તેને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવાને લઈને ચર્ચા ફરી શરૂ થઈ ગઈ છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે પણ રોહિત શર્માને લિમિટેડ ઓવર માટે ટીમ ઇન્ડિયાના કેપ્ટન બનાવવાની માગ કરી છે.


ગંભીરનું કહેવું છે કે, રોહિત શર્માને કેપ્ટન ન બનાવવાને કારણે ભારતને નુકસાન થશે. ગંભીરે કહ્યું કે, “જો રોહિત શર્મા ભારતના કેપ્ટન નહીં બને તો તેનાથી ભારતને નુકસાન, ન કે રોહિતને.”

ગંભીરે કેપ્ટન સાથે ટીમ સારી હોવાનું પણ માન્યું. તેણે કહ્યું કે, “હા, ચોક્કસ એક કેપ્ટન એટલો જ સારો હોય છે જેટલી ટીમ સારી હોય છે. તેમાં કોઈ બે મત નથી, પરંતુ અંતે એક કેપ્ટનને ઓળવા માટે શું માપદંડ છે. તમારે કોઈને ઓળખવા માટે એક જ માપદંડ રાખવું જોઈએ. રોહિતે પોતાની ટીમને પાંચ વખત આઈપીએલ ખિતાબ અપાવ્યો છે.”

નોંધનીય છે કે, આ પહેલા પણ ગંભીરે વિરાટ કોહલીને આરસીબીના કેપ્ટન તીરકે હટાવાવની વાત કહી હતી. ગંભીરે કહ્યું હતું કે, જો હું RCB માટે નિર્ણય લેતો હોત તો 100% કોહલીને કપ્તાનીમાંથી કાઢી દેત. ક્યો એવો ખેલાડી હોત કે જેને 8 વર્ષ સુધી તક મળી તેમ છતાં ટ્રોફી ન જીતાડી શક્યો અને કપ્તાની ચાલુ રાખી. હું કોઈ પણ રીતે કોહલીની વિરુધ્ધમાં નથી પણ તમારે મેદાન પર સારુ પ્રદર્શન કરવુ પડતુ હોય છે.

ધોનીએ 3 અને રોહિતે 4 ટાઇટલ જીત્યા છે. રોહિત પણ 8 વર્ષ સુધી ટાઇટલ ન જીત્યા હોત તો તેને પણ કાઢવામાં આવ્યો હોત.

જે બાદ સોશ્યલ મિડીયા પર પણ વિરાટ કોહલીને ટ્રોલ કરવામાં આવ્યો હતો. જો કે આઇપીએલ શરૂ થાય એટલે તરત જ કોહલીને અને બેંગ્લોરની ટીમનો ટ્રોલિંગનો સામનો કરવો જ પડે છે.