2024 Hyundai Alcazar SUV :  દક્ષિણ કોરિયન ઓટોમોબાઈલ કંપનીની 3-રો SUV, Hyundai Alcazar, જૂન 2021 માં લોન્ચ થયા પછી પહેલીવાર અપડેટ મેળવવા જઈ રહી છે. નવા 2024 Hyundai Alcazarના આગમન પહેલા, કંપની માર્ચ 2024માં Creta N Line લોન્ચ કરશે. નવી Alcazar SUVમાં વિશિષ્ટ સ્ટાઇલ અને નવી સુવિધાઓની વિશાળ શ્રેણી જોવા મળશે, જો કે તેનું હાલનું એન્જીન કન્ફિગરેશન જાળવી રાખવામાં આવશે. ચાલો જાણીએ કે આવનારી Alcazar ફેસલિફ્ટ SUVમાં કયા ફેરફારોની અપેક્ષા રાખી શકાય છે. અલ્કાઝારમાં ADAS ટેક્નોલોજીનો પણ સમાવેશ થઈ શકે છે. 


ડિઝાઇન અપડેટ


તેના બહારના ભાગમાં કેટલાક નાના ફેરફારોની અપેક્ષા છે. 2024 હ્યુન્ડાઇ અલ્કાઝાર નવી ક્રેટા જેવી જ કેટલીક ડિઝાઇન એલિમેટ શેર કરે તેવી અપેક્ષા છે, જેમાં પુનઃડિઝાઇન કરેલ ફ્રન્ટ ગ્રિલ, આગળ અને પાછળના બમ્પર્સ અને અપડેટેડ LED હેડલેમ્પ્સ અને DRL નો સમાવેશ થાય છે. નવા ડિઝાઈન કરાયેલા એલોય વ્હીલ્સ સિવાય સાઈડ પ્રોફાઈલમાં વધુ ફેરફાર થવાની શક્યતા નથી. આ SUVને ટેલલાઇટનો નવો સેટ મળવાની શક્યતા છે. આ એસયુવીમાં ત્રણ ડ્રાઇવ મોડ છે; કમ્ફર્ટ, ઈકો અને સ્પોર્ટ.


નવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે


અલ્કાઝાર ફેસલિફ્ટમાં ક્રેટાનું નવું ડેશબોર્ડ શામેલ હોઈ શકે છે, અને સીટ અપહોલ્સ્ટરી અને ઈન્ટીરીયર થીમમાં પણ મોટા અપડેટ થવાની શક્યતા છે. આ સિવાય, 10.25-ઇંચ ડ્યુઅલ સ્ક્રીન સેટઅપ, ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, વેન્ટિલેટેડ સીટ્સ અને પેનોરેમિક સનરૂફ જેવા ફીચર્સ એસયુવીમાં જોઈ શકાય છે, જે ક્રેટામાં જોવા મળતા નથી. અહેવાલો સૂચવે છે કે નવા અલ્કાઝારમાં ADAS ટેક્નોલોજીનો પણ સમાવેશ થઈ શકે છે જ્યારે પ્રી-ફેસલિફ્ટ વેરિઅન્ટ જેવી અન્ય સુવિધાઓ જાળવી રાખવામાં આવી શકે છે.


પાવરટ્રેનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં


પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે તેમ, 2.0L, 4-સિલિન્ડર પેટ્રોલ અને 1.5L, 4-સિલિન્ડર ટર્બો ડીઝલ એન્જિનને નવી 2024 Hyundai Alcazar ફેસલિફ્ટમાં જાળવી રાખવામાં આવશે. જે અનુક્રમે 159bhp/192nm અને 115bhp/250nmનું આઉટપુટ જનરેટ કરે છે. પહેલાની જેમ, 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ ઓફર કરવાનું ચાલુ રાખશે. આ એસયુવીમાં ત્રણ ડ્રાઇવ મોડ છે; કમ્ફર્ટ, ઈકો અને સ્પોર્ટની સાથે સાથે ત્રણ ટ્રેક્શન કંટ્રોલ મોડ્સ- સેન્ડ, આઈસ અને મડ મળતા રહેશે.  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial


  


Car loan Information:

Calculate Car Loan EMI