હ્યુન્ડાઇ તરફથી જાહેર કરેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે કે ઓરા કંપનીની વેબસાઇટ અથવા કંપનીના ડિલરશીપ મારફતે બુક કરી શકાય છે. કંપનીના નિર્દેશક (વેચાણ, સેવા) તરુણ ગર્ગે ક્હ્યું કે, કંપનીએ ઔરાનું બુકિંગ શરૂ કરીને નવા દાયકાની શરૂઆત કરી છે.
તેમણે કહ્યું કે, અમને વિશ્વાસ છે કે ઔરા આ કેટેગરીમાં પોતાની મંઝીલ સ્થાપિત કરશે. આ કારને બજારમાં 21 જાન્યુઆરીએ લોન્ચ કરાશે. નોંધનીય છે કે ગત 19 ડિસેમ્બરના રોજ હ્યુન્ડાઇએ આ કારની પ્રથમ ઝલક બતાવી હતી. ઔરાની કિંમત 6-9 લાખ રૂપિયા વચ્ચે રહેવાની આશા છે. હ્યુન્ડાઇ Auraના ફિચર્સની વાત કરવામાં આવે તો Grand i10 Niosના પ્લેટફોર્મ પર ડેવલપ કરવામાં આવી છે. આ કાર પેટ્રોલ અને ડિઝલ બંન્ને વેરિયન્ટમાં ઉપલબ્ધ હશે.
Car loan Information:
Calculate Car Loan EMI