Hyundia New Creta Launch: ભારતીય બજારમાં Hyundai Cretaની ઘણી માંગ છે. તેમ છતાં કેટલાક વેરિયંટ માટે લોકોએ 6-9 મહિના સુધી રાહ જોવી પડી રહી છે. હાલના મોડલને જોતાં કંપનીને ભારતમાં નવું મોડલ લોન્ચ કરવાની જરૂરિયાત ન હોવાનું લાગે છે. આગામી વર્ષે જ્યારે ક્રેટાના 2 વર્ષ પૂરા થઈજશે ત્યારે કંપની ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરી શકે છે. હાલ કંપનીએ ઈન્ડોનેશિયમાં હ્યુન્ડાઈ ક્રેટ ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યુ છે. આ નવી કારમાં એક નવી ગ્રિલ આપવામાં આવી છે.



નવું વર્ઝન વધારે શાર્પ અને સ્પોર્ટી
નવી ક્રેટામાં એક પેરામીટ્રિક હિડન લાઇટ્સ થીમ હશે. જેમાં મોટી ન્યૂ ગ્રિલ અને અપ ફ્રન્ટ તથા નવા હેડલેમ્પ્સ હશે. નવા મોડલમાં હેડલેમ્પ્સ નીચે છે, જ્યારે ડીઆરએલ નીચે આપવામાં આવ્યા છે. રિયરને મોટા રિયર સ્પોઇલર તથા નવા ટેલલેમ્પ સાથે નવો લુક આપવામાં આવ્યો છે. ભારતમાં નવું વર્ઝન લોન્ચ થશે ત્યારે આ બદલાવ સાથે થશે.




હરિફ કંપનીનું પણ રખાશે ધ્યાન
આ કારના ફેસલિફ્ટ વર્ઝનને વધારે આકર્ષક બનાવવાની સાથે કંપનીએ MG Astor Manidra XUV700 જેવી હરિફ કંપનીઓની કારમાં રહેલા એડીએએસ ફીચર્સને પણ ઉમેરશે. આ ઉપરાંત તેમાં વર્તમાન ક્રેટાની જેમ 10.25 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એપલ કાર પ્લે, ન્યૂ મલ્ટી ફંકશન ફ્લેટ બોટમ સ્ટીયરિંગ વ્હીલ, લેધર સીટ્સ ઉપરાંત 7 ઈંચ ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ કલસ્ટર જોવા મળશે.



દમદામ હશે એન્જિન
જો એન્જિનની વાત કરવામાં આવે તો કંપની નવી Hyundai Creta Facelift l ત્રણ એન્જિન ઓપ્શન સાથે બજારમાં ઉતારશે. જેમાં 1.4 લીટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન અને 1.5 લીટર પેટ્રોલ તથા ડીઝલ એન્જિન હશે. પેટ્રોલ એન્જિનવાળી ક્રેટા ટર્બોમાં DCV CVT વિકલ્પ સાથે મળશે.


આ પણ વાંચોઃ ઓક્ટોબર મહિનામાં પેસેન્જર વ્હીકલ અને ટુ વ્હીલરના વેચાણમાં કેટલા ટકાનો થયો ઘટાડો ? જાણો વિગત


Car loan Information:

Calculate Car Loan EMI