Airbags Safety Feature:  કાર ખરીદતી વખતે દરેક ગ્રાહક અન્ય ફીચર્સની સાથે સેફ્ટી ફીચરને પણ ખૂબ મહત્વ આપે છે. આજકાલ, કારમાં અકસ્માતના કિસ્સામાં એરબેગ ખૂબ જ મહત્વપૂર્ણ સલામતી સુવિધા તરીકે કામ કરે છે. પરંતુ, ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે અમુક અકસ્માતો પછી પણ એરબેગ્સ ખુલી નથી. જેના કારણે કારમાં બેઠેલા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. પરંતુ, હવે જો અકસ્માતની સ્થિતિમાં એરબેગ્સ નહીં ખુલે તો આવી સ્થિતિમાં કાર કંપનીઓએ ગ્રાહકોને દંડ ભરવો પડશે.


સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી
આવા જ એક કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું કે, જો કોઈ અકસ્માતની સ્થિતિમાં મુસાફરોની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતી એરબેગ ખુલશે નહીં આવે તો કંપનીઓએ દંડ ભરવો પડશે. એરબેગ્સ ન ખુલવી એ કાર કંપનીઓની મોટી બેદરકારી ગણાશે. દંડ લાદવાથી કંપનીઓમાં સલામતી વિશે વધુ જાગૃતિ આવશે અને તેઓ તેના વિશે વધુ ગંભીર બનશે. તમને જણાવી દઈએ કે આ સુનાવણી જસ્ટિસ વિનીત સરન અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝની ખંડપીઠે કરી છે.


શું હતો સમગ્ર કેસ ? 
વર્ષ 2015માં શૈલેન્દ્ર ભટનાગર નામના વ્યક્તિએ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડની  કાર ક્રેટા ખરીદી હતી. વર્ષ 2017માં આ કારનો અકસ્માત થયો હતો જેમાં કારની એરબેગ્સ ખુલી ન હતી. જેના કારણે તે અકસ્માતમાં ગ્રાહકને ગંભીર ઈજાઓ થઈ હતી.આ પછી શૈલેન્દ્રએ ગ્રાહક ફોરમમાં કાર કંપની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી અને કહ્યું હતું કે તેણે આ કાર સેફ્ટી ફીચરને ધ્યાનમાં રાખીને ખરીદી છે, પરંતુ તેના સેફ્ટી ફીચર્સ પર કામ કર્યું નથી.


અકસ્માત સમયે તેને ગંભીર ઈજાઓ થઈ હતી.આ પછી ગ્રાહક ફોરમે શૈલેન્દ્ર ભટનાગરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. Hyundaiએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ, કોર્ટે Hyundaiની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કંપનીને ગ્રાહકની કાર બદલવાનો આદેશ આપ્યો છે. આ સાથે તેને 3 લાખ રૂપિયાનું વળતર આપવા પણ આદેશ કર્યો. 


સરકારે કારમાં એરબેગ્સ લગાવવી ફરજિયાત કર્યું છે 
તમને જણાવી દઈએ કે યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી, 2022થી કારમાં એરબેગ્સ લગાવવી ફરજિયાત કરી દીધી છે. આ કારમાં મુસાફરી કરતી વખતે મુસાફરોને વધુ સારી સુરક્ષા આપશે.


 


 


Car loan Information:

Calculate Car Loan EMI