નવી દિલ્હીઃ પાકિસ્તાની હ્યૂન્ડાઇ તરફથી ‘આઝાદ કાશ્મીર’ પર વિવાદિત પૉસ્ટ વાયરલ થયા બાદ કંપનીનો સોશ્યલ મીડિયા પર ખુબ વિરોધ થઇ રહ્યો છે. સોશ્યલ મીડિયા પર #BoycottHyundai ટ્રેન્ડ થયા બાદ હવે ભારતની હ્યૂન્ડાઇએ પોતાનુ એક નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે. જોકે, આ નિવેદન એવા સમયે આવ્યુ છે, જ્યારે ના કંપનીએ કોઇ માફી માંગી છે અને ના પાકિસ્તાન હ્યૂન્ડાઇ પર એક્શન લેવાની કોઇ વાત કહેવામાં આવી છે.


હ્યૂન્ડાઇ કંપનીએ કરવી પડી સ્પષ્ટતા-
પોતાના નિવેદનમાં કંપનીએ કહ્યું- હ્યૂન્ડાઇ મૉટર ઇન્ડિયા ભારતીય માર્કેટ માટે 25 વર્ષથી વધુ સમયથી કમિટેડ છે અને રાષ્ટ્રવાદની ઠોસ ભાવસાની સાથે મજબૂતીથી ઉભી રહી છે. અમને સોશ્યલ મીડિયાની એક એવી પૉસ્ટથી જોડવામાં આવી રહ્યાં છે, જેની સાથે અમારે કોઇ લેવા દેવા નથી. આ ભારત જેવા મહાન દેશ માટે અમારી સેવા અને બેમિસાલ કમિટમેન્ટ પર આઘાત છે. કોઇપણ અસંવેદનશીલ વાતચીત માટે તેની ઝીરો ટૉલરેન્સ પૉલીસી છે, અને તે તેમની નિંદા કરે છે. ભારત પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા તરીકે, અમે દેશની સાથે સાથે નાગરિકોના સારા માટે પોતાનો પ્રયાસ ચાલુ રાખીશું.






કઇ રીતે થયો હતો વિવાદ-
હ્યુંડઈ કંપનીએ કાશ્મીર વિશે શું કરી વિવાદાસ્પદ કોમેન્ટ કે ભારતમાં હ્યુંડઈના બહિષ્કારની માંગ થઈ ગઈ ટ્રેન્ડ ?


ભારત-પાકિસ્તાનનુ ઘર્ષણ વર્ષો જુનુ છે, કાશ્મીર મુદ્દાને લઇને અવારનવાર પાકિસ્તાન તરફથી વિચિત્ર કૉમેન્ટો આવતી રહે છે, અને ભારત પણ તેનો જરદાર જવાબ આપે છે. પાકિસ્તાન સતત કાશ્મીરમાં પોતાના આતંકી સંગઠનો દ્વારા આતંક ફેલાવવાનુ કામ કરે છે. ભારત કાશ્મીર મુદ્દાને ક્યારેય હળવાશથી નથી લેતુ, ભારતીયો પણ કાશ્મીર મુદ્દાને લઇને ગંભીર છે, ત્યારે હાલમાં મૉટર કંપની હ્યૂન્ડાઇ ભારતીયના નિશાને ચઢી છે. હ્યૂન્ડાઇએ કાશ્મીર મુદ્દે એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે, જેને લઇને આખા દેશમાં વિરોધ પેદા થયો છે. 




પાકિસ્તાન હ્યૂન્ડાઇના કાશ્મીર પર એક ટ્વીટથી ટ્વીટર પર ધમાસાન-
આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કંપની હ્યૂન્ડાઇની પાકિસ્તાની શાખાના એક ટ્વીટના કારણે ટ્વીટર પર ધમાસાન મચી ગયુ છે. આ ટ્વીટ બાદ ભારતમાં ટ્વીટર પર બૉયકૉટ હ્યૂન્ડાઇ ટ્રેન્ડ થવા લાગ્યુ છે. ખરેખરમાં પાકિસ્તાન હ્યૂન્ડાઇના ટ્વીટમાં વિવાદાસ્પદ વાત હતી, જેના પર આખો વિવાદ થયો. હવે આ ટ્વીટને ડિલીટ કરી દેવામાં આવ્યુ છે.


હ્યૂન્ડાઇ પાકિસ્તાનના ટ્વીટર પર થયેલી પૉસ્ટમાં લખવામાં આવ્યુ હતુ- આવો આપણા કાશ્મીરી ભાઇઓના બલિદાનને યાદ કરીએ અને તેના સમર્થનમાં ઉભા રહીએ, જેનાથી સ્વતંત્રતા માટે તે પોતાનો સંઘર્ષ ચાલુ રાખે. 


ભારતીયો ટ્વીટ પર ગિન્નાયા-
પાકિસ્તાનના સ્વાંગમાં કરવામાં આવેલુ હ્યૂન્ડાઇના ટ્વીટ પર આંતરરાષ્ટ્રીય કંપની હોવાના નાતે ધમાલ મચી ગઇ છે. ભારતીય યૂઝર્સ હ્યૂન્ડાઇ પાકસ્તાનને રાજનીતિક રીતે અજમાવવામાં માટે જબરદસ્ત ગિન્નાયા છે. ભાજપ નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરીને આના માટે માફી માંગવાની માંગ કરી છે. કંપિલ મિશ્રાએ ચેતવ્યા છે કે જો કંપની આ માટે માફી નહીં માગે તો કંપની મોટુ નાણાંકીય નુકસાન વેઠવુ પડશે. સાથે જ તેની બ્રાન્ડ વેલ્યૂને મોટો ધક્કો લાગશે.


 


Car loan Information:

Calculate Car Loan EMI