Toyota Innova Hycross: જાપાની વાહન નિર્માતા કંપની ટોયોટા કિર્લોસ્કરે દેશમાં તેની નવી MPV કાર ઈનોવા હાઈક્રોસ રજૂ કરી છે. આ વાહનનું બુકિંગ જાન્યુઆરી 2023થી શરૂ થશે. Toyotaની આ MPV થોડા સમય પહેલા ઈન્ડોનેશિયામાં રજૂ કરવામાં આવી છે. જેના કારણે આ નવી કારની તમામ વિગતો સામે આવી છે. આ નવી કારને ઈનોવા ક્રિસ્ટાથી અલગ એન્જિન મળશે. આ સાથે તેના એક્સટીરિયરથી લઈને ઈન્ટીરીયરમાં પણ ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આ કારમાં પેનોરેમિક સનરૂફ જેવા પ્રીમિયમ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. આવો જાણીએ શું છે આ કારની ખાસિયત.
નવા પ્લેટફોર્મ પર તૈયાર Toyota Innova Hycross
કંપનીએ તેનું નવું MPV મોનોકોક આર્કિટેક્ચર પ્લેટફોર્મ પર બનાવ્યું છે, જે તદ્દન નવું TNGA-C પ્લેટફોર્મ છે. નવી MPV હાલમાં બજારમાં ઉપલબ્ધ ઈનોવા ક્રિસ્ટા કરતા લાંબી છે. તે ચંકી બમ્પર, રેપરાઉન્ડ એલઇડી ટેલલાઇટ્સ, હનીકોમ્બ મેશ ગ્રિલ, સ્લીકર હેડલેમ્પ્સ, 100 મીમી લાંબો વ્હીલબેઝ, અપરાઇટ પ્રોફાઇલ, સ્લિમ બોડી ક્લેડીંગ, મોટા 18-ઇંચ એલોય અને ટેપરિંગ છત મેળવે છે.
Toyota Innova Hycross નું એન્જિન કેવું છે?
આ નવી MPVમાં પેટ્રોલ અને હાઇબ્રિડ એન્જિનના બે ઓપ્શન આપવામાં આવ્યા છે. તેમાં 174 PS પાવર અને 205 Nm પીક ટોર્ક આઉટપુટ સાથે 2.0-લિટર પેટ્રોલ એન્જિન મળશે. તેમાં હાઇબ્રિડ ટેક્નોલોજીનો વિકલ્પ પણ છે, જેની સાથે આ એન્જિન 152 PS પાવર અને 187 Nm ટોર્ક જનરેટ કરે છે. આ કારને પ્યોર ઈવી મોડ પર પણ ચલાવી શકાય છે. આ કારમાં E-CVT ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. મજબૂત હાઇબ્રિડ ટેક્નોલોજીથી સજ્જ હોવાથી, આ નવી MPV 20-23 km/l ની માઇલેજ આપવામાં સક્ષમ છે.
કેવા હશે Toyota Innova Hycrossના ફિચર્સ
ટોયોટાએ ઇનોવા હાઇક્રોસને એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ એટલે કે ADAS સાથે સજ્જ કર્યું છે. આ સિસ્ટમ સાથે આવનારી તે દેશની પ્રથમ ટોયોટા કાર છે. અન્ય સુવિધાઓમાં ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ, એમ્બિયન્ટ લાઇટિંગ, સનરૂફ, 10-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, ફોરવર્ડ કોલિઝન વોર્નિંગ, ડેશબોર્ડમાં ફ્લોટિંગ 7-ઇંચ ડ્રાઇવર ડિસ્પ્લે, લેન-કીપ આસિસ્ટ, એડપ્ટિનવનો સમાવેશ થાય છે. તેનું સમગ્ર ઇન્ટિરિયર ક્રુઝ કંટ્રોલ સહિત નવી ડિઝાઇનમાં જોવા મળશે.
Toyota Innova Hycross ક્યારે લોન્ચ થશે?
ટોયોટા તેની નવી MPV GX, G (પેટ્રોલ એન્જિન), VX, ZX અને ZX (O) જેવા પાંચ મોડલ લાવશે. આ કાર આવતા વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ થશે. વિવિધ વેરિયન્ટના આધારે તેની કિંમત રૂ. 21-28 લાખની વચ્ચે હોવાની શક્યતા છે.
Car loan Information:
Calculate Car Loan EMI