Auto News: આ બાઇકની સરખામણી રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 સાથે થાય છે. Royal Enfield દેશમાં તેની મિડ-રેન્જ બાઇક્સ માટે લોકપ્રિય છે, અને ક્લાસિક 350 એ કંપનીના સૌથી વધુ વેચાતા મોડલ્સમાંનું એક છે.


Jawa 42 Bobber Red Sheen Variant Launched: અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક જાવા મોટરસાયકલ્સે તેની લોકપ્રિય જાવા 42 બોબર મોટરસાયકલે તેનું નવું વેરિઅન્ટ રેડ શીનનું  લોન્ચ કર્યું છે. આ નવું વેરિઅન્ટ પહેલાથી જ અસ્તિત્વમાં રહેલા Jawa 42 Bobber અને Jawa 42 Bobber Blue મોડલ્સ સાથે સામેલ થઈ ગયું છે, જેથી ગ્રાહકોને વધુ વિકલ્પો મળશે.


રેડ શીન વેરિઅન્ટમાં ચમકદાવ લાલ રંગ છે જે ચોક્કસપણે રસ્તાઓ પર ધ્યાન આકર્ષિત કરશે. આ સ્પેશિયલ એડિશન મોડલ અનોખી ડિઝાઇન સાથે આવે છે, જેમાં બ્લેક એલોય વ્હીલ્સ અને ગોલ્ડન ફ્રન્ટ ફોર્કનો સમાવેશ થાય છે.


Jawa 42 Bobber એ ક્લાસિક બોબર સ્ટાઈલવાળી મોટરસાઈકલ છે જે શક્તિશાળી 334cc, લિક્વિડ-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન દ્વારા સંચાલિત છે. આ એન્જિન 30 bhp પાવર અને 32.75 Nm ટોર્ક જનરેટ કરે છે.


કેવા છે ફિચર્સ?
આ મોટરસાઇકલમાં 6-સ્પીડ ગિયરબોક્સ અને ડ્યુઅલ-ચેનલ ABS ઉપરાંત નવી પેન્ટ સ્કીમ અને એલોય વ્હીલ્સ છે, 42 બોબરમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. તેમાં ટુ-સ્ટેપ એડજસ્ટેબલ સીટ, ફુલ LED લાઇટિંગ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ અને USB ચાર્જિંગ પોર્ટ છે. આ સિવાય આ ટુ-વ્હીલરમાં આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક અને સસ્પેન્શન માટે પાછળના ભાગમાં પ્રીલોડ એડજસ્ટેબલ મોનો-શોક યુનિટ પણ છે.


કિંમત કેટલી છે?
રેડ શીન વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 2.29 લાખ રૂપિયા છે. આ બૉબર બાઇકનું સસ્તું વેરિઅન્ટ Jawa Perak છે, જેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 2.13 લાખ છે.


કોની સાથે છે સ્પર્ધા?
આ બાઇકની રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 સાથે સ્પર્ધા જોવા મળશે. Royal Enfield દેશમાં તેની મિડ-રેન્જ બાઇક માટે લોકપ્રિય છે, અને Classic 350 એ કંપનીના સૌથી વધુ વેચાતા મોડલ પૈકીનું એક છે. આ બાઇક તેના મજબૂત પરફોર્મન્સ અને ઉત્તમ રોડ પ્રેઝન્સ માટે જાણીતી છે. દિલ્હીમાં આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 1.93 લાખ રૂપિયાથી 2.25 લાખ રૂપિયાની વચ્ચે છે.


આ પણ વાંચો....


80 હજાર રૂપિયામાં મળશે 170 કિમીની રેન્જ, નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતીય બજારમાં થયું લોન્ચ


Ather Rizta Top 5 Features: ઘરે લાવવા માંગો છો ફેમિલી સ્કૂટર? એથર રિઝ્ટામાં મળી રહ્યા છે આ ટોપ 5 ફીચર્સ


 


Car loan Information:

Calculate Car Loan EMI