Jeep Compass : જીપે ભારતીય બજારમાં Compass SUV માટે ખાસ 'નાઈટ ઈગલ' એડિશન  વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. નવી ટ્રીમમાં બ્લેક થીમ છે. આ સિવાય જીપે કંપાસની કિંમતમાં પણ 25,000 રૂપિયાનો વધારો કર્યો છે. અહીં 19 એપ્રિલ, 2022 સુધી જીપ કંપાસની સંપૂર્ણ નવી કિંમત અને સૂચિ છે.


નાઇટ ઇગલ એડિશનની કિંમત ડીઝલ વેરિઅન્ટ માટે રૂ. 21.95 લાખ અને પેટ્રોલ વેરિએન્ટની રૂ. 22.75 લાખ છે. જીપ કંપાસની કિંમત હવે 18.04 લાખ રૂપિયાથી 29.59 લાખ રૂપિયાની વચ્ચે છે. કંપાસ ટ્રેલહોકની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી, અને તે રૂ. 30.97 લાખ (તમામ કિંમતો, એક્સ-શોરૂમ)માં વેચવાનું ચાલુ રહેશે.


 જીપ નાઈટ ઈગલ એડિશનમાં ઓલ બ્લેક પેઇન્ટ સ્કીમ છે જેમાં ફ્રન્ટ ગ્રિલ, ગ્રિલ રિંગ્સ, 18-ઈંચના એલોય વ્હીલ્સ, રૂફ રેલ્સ સહિત તમામ ક્રોમ બિટ્સ અને પીસને ગ્લોસ બ્લેક એલિમેન્ટ્સથી બદલવામાં આવ્યા છે. વિંગ મિરર્સ તેમજ ફોગ લેમ્પ સામેલ છે. કેબિનની અંદર ઓલ-બ્લેક થીમ પણ રાખવામાં આવી છે. કેબિન હાઇલાઇટ્સમાં પિયાનો-બ્લેક ડેશબોર્ડ, લાઇટ ટંગસ્ટન સ્ટીચિંગ સાથે બ્લેક સીટ્સ તેમજ ડોર ટ્રીમ માટે બ્લેક વિનાઇલ ઇન્સર્ટનો સમાવેશ થાય છે.


કિંમત


કિંમતની વાત કરીએ તો  જીપ કંપાસ 2.0 મલ્ટીજેટ ડીઝલ એન્જિન સ્પોર્ટ 4x2 એમટીની કિંમત રૂ. 19.74 લાખ, Longitude (O) 4x2 MTની કિંમત રૂ. 21.54 લાખ, Night Eagle 4x2 MTની કિંમત રૂ. 21.95 લાખ, Limited (O) 4x2 MTની કિંમત રૂ. રૂ. 23.64 લાખ, Limited (O) 4x2 MTની કિંમત રૂ. 23.64 લાખ, Limited (O) 4x2 MTની કિંમત રૂ. 27.44 લાખ અને Model S 4x4 ATની કિંમત રૂ. 29.59 લાખ છે.


જ્યારે તેના પેટ્રોલ વેરિઅન્ટ Jeep Compass 1.4 MultiAir turbo petrol Sport MT  કિંમત રૂ. 18.04 લાખ, સ્પોર્ટ ડીસીટી રૂ. 20.62 લાખ, Longitude (O) DCTની કિંમત રૂ. 22.34 લાખ, Night Eagle DCT ની કિંમત રૂ. 22.75 લાખ છે. Limited (O) DCT ની કિંમત 24.44 લાખ રૂપિયા છે અને ટોચના વેરિઅન્ટ Model S DCTની કિંમત રૂપિયા 26.59 લાખ છે.


Car loan Information:

Calculate Car Loan EMI