IPL 2022, Point Table: IPL 2022માં 30 મેચ પૂરી થઈ ગઈ છે. પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઇટન્સ ટોચ પર છે. IPLની 6 મેચમાં 5 જીત સાથે ગુજરાતની ટીમના 10 પોઈન્ટ છે. ગુજરાત 8-8 પોઈન્ટ પર 4-4 જીત સાથે ચાર ટીમો (RR, LSG, RCB અને SRH) પછી આવે છે. રાજસ્થાનના ખેલાડીઓએ પર્પલ અને ઓરેન્જ કેપ જાળવી રાખી છે. આરઆરનો યુઝવેન્દ્ર ચહલ આ સિઝનમાં 17 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. રાજસ્થાન રોયલ્સના ઓપનર જોસ બટલર આ સિઝનના સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં ટોચ પર યથાવત છે.


IPL 2022 પોઈન્ટ ટેબલ


હાર્દિક પંડ્યાના નેતૃત્વવાળી ગુજરાત ટાઈટન્સ 6 મેચમાં 5 જીત્યું છે અને એક મેચ હાર્યું છે. 10 પોઇન્ટ સાથે આ ટીમ ટોચ પર છે. રાજસ્થાન રોયલ્સ, લખનઉ સુપર જાયટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તમામના 8-8 પોઇન્ટ છે અને પોઇન્ટ ટેબલમાં નેટ રનરેટના આધારે અનુક્રમે બીજા, ત્રીજા, ચોથા અને પાચમાં ક્રમે છે. ચેન્નઇ સુપર કિંગ્સ 6 માંથી 1 જીત અને 5 હાર સાથે પોઇન્ટ ટેબલમાં નવમાં અને મુંબઈ ઈન્ડિયન્સ સળંગ છ હાર સાથે દસમાં અને અંતિમ ક્રમે છે.




ઓરેન્જ કેપ


રાજસ્થાન રોયલ્સનો જોસ બટલર 6 મેચમાં 375 રન સાથે પોઇન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે છે. શ્રેયસ ઐય્યર 7 મેચમાં 236 રન સાથે બીજા અને કેએલ રાહુલ 6 મેચમાં 235 રન સાથે ત્રીજા ક્રમે છે.


પર્પલ કેપ


રાજસ્થાન રોયલ્સના યુઝવેંદ્ર ચહલે ગઈકાલે કોલકાતા સામે હેટ્રિક સહિત પાંચ વિકેટ લીધી હતી. 6 મેચમાં 17 વિકેટ સાથે તે પ્રથમ ક્રમે છે. ટી નટરાજન 6 મેચમાં 12 વિકેટ સાથે બીજા અને કુલદીપ યાદવ 5 મેચમાં 11 વિકેટ સાથે ત્રીજા ક્રમે છે.


આ પણ વાંચોઃ


IPL 2022: સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે Cancel IPL, જાણો કેવા મીમ્સ થયા ફરતાં


Coronavirus: દેશના આ જાણીતા રાજ્યમાં કોરોનાના કેસ વધતા માસ્ક ફરજિયાત કરવામાં આ શકે છે, બેઠકમાં થઈ શકે છે આ મોટા ફેંસલા


Corona Cases Today:  દેશમાં બિલ્લી પગે વધી રહ્યા છે એક્ટિવ કેસ, જાણો શું છે કોરોનાની સ્થિતિ